Home > Around the World > આ છે દુનિયાની સૌથી મોંઘી ફ્લાઇટ, ટિકિટના ભાડામાં તો ખરીદી લેવાય ફોર્ચ્યુનર કાર

આ છે દુનિયાની સૌથી મોંઘી ફ્લાઇટ, ટિકિટના ભાડામાં તો ખરીદી લેવાય ફોર્ચ્યુનર કાર

Expensive Flight Around the World: ફ્લાઇટ મુસાફરી એ આરામદાયક અને ઝડપી મુસાફરી છે. તમે પણ આ વાત સાથે સહમત હશો. આ ઉપરાંત એ વાત પણ આપણે બધા જાણીએ છીએ કે પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ટિકિટ હજારો રૂપિયાની હોય છે. પરંતુ જો અમે તમને કહીએ કે એક એવી ફ્લાઈટ છે જે દુનિયાની સૌથી મોંઘી ફ્લાઈટ તરીકે જાણીતી છે તો ? તમને જણાવી દઈએ કે, આ ફ્લાઈટ ટિકિટમાં તમે સરળતાથી BMW, Fortuner કાર ખરીદી શકો છો.

વિશ્વની સૌથી મોંઘી એરલાઇન ટિકિટ એતિહાદ એરવેઝ (etihad airways) પર અબુ ધાબીથી ન્યૂયોર્ક સિટીની છે. ટ્રાવેલ માર્કેટ અનુસાર, આ ફ્લાઈટની વન-વે ટિકિટની કિંમત 66000 ડોલર એટલે કે 53 લાખ રૂપિયાથી વધુ છે. એતિહાદ એરવેઝનું એરબસ 380 અંદરથી કોઈ મહેલથી ઓછું નથી લાગતું.

તેમાં હોટલ જેવા લક્ઝુરિયસ બેડરૂમ છે, ભોજન અને અન્ય લક્ઝરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ટિકિટની કિંમત 20 લાખથી શરૂ થાય છે અને 50 લાખ કે તેથી વધુ રહે છે. એતિહાદ એરવેઝનો અબુ ધાબીથી ન્યૂયોર્ક સુધીનો પ્રથમ વર્ગ “ધ રેસિડેન્સ” છે, જે એરબસ 380 ના ઉપલા ડેક પર 430-ચોરસ ફૂટ, સ્યુટ જેવો દેખાવ ધરાવે છે.

અમીરાત એરવેઝની લોસ એન્જલસથી દુબઈની ફ્લાઇટ વિશ્વની બીજી સૌથી મોંઘી ફ્લાઇટ છે. તેની કિંમત 31,000 ડોલર એટલે કે 25 લાખ રૂપિયા છે. આ ફ્લાઈટમાં પર્સનલ બેડરૂમની સાથે અન્ય ઘણી સુવિધાઓ છે.બીજી તરફ, ન્યુયોર્ક સિટીથી સિયોલ સુધીની કોરિયન એર ફ્લાઇટની ટિકિટની કિંમત $28,000 એટલે કે 23 લાખ રૂપિયા છે. આ પ્લેનમાં દરેકને એક કેબિન મળે છે, જે ખૂબ જ હાઇટેક છે.

Leave a Reply