Home > Around the World > એડવેંચરથી લઇને રિલેક્સિંગ વેકેશન સુધી, બધી રીતે મોજ-મસ્તી માટે પરફેક્ટ છે માલદીવ્સ

એડવેંચરથી લઇને રિલેક્સિંગ વેકેશન સુધી, બધી રીતે મોજ-મસ્તી માટે પરફેક્ટ છે માલદીવ્સ

Maldives Travel: માલદીવ, એવું એક સુંદર સ્થળ જ્યાં લગભગ દરેકનું જવાનું સ્વપ્ન હોય છે. આમ તો જ્યારે માલદીવનો પ્લાન બનતો હોય ત્યારે ઘણા કહે કે માલદીવ જવા કરતાં તો આંદામાન જવું સારું. પણ એ તો માલદીવ જઇને જ સમજાય કે તે ખરેખર સુંદર છે. જ્યાં એક વાર જવાનો અનુભવ તો લેવો જ પડે. ખરેખર, એ વાત સાચી છે કે માલદીવ જવા માટે તમારા ખિસ્સામાં ઘણા બધા પૈસા હોવા જોઈએ,

પરંતુ અહીં પહોંચ્યા પછી તમને લાગશે કે પૈસા વસૂલ છે હો. કારણ કે અહીં વિતાવેલી દરેક સાંજ જીવનભર યાદ રહેશે. માલદીવ વિશે લોકોએ બીજી એક વાત ધ્યાનમાં રાખી છે કે તે હનીમૂન ડેસ્ટિનેશન છે અને મિત્રો સાથે ગોવા જેવું મજાનું ડેસ્ટિનેશન નથી. જો કે, એવું નથી તમે અહીં મિત્રો સાથે પણ જઇ શકો છો અને ફુલ ટુ એન્જોય કરી શકો છો.

માલદીવ 26 મોટા ટાપુઓના સમૂહથી બનેલો દેશ છે. સમગ્ર વિશ્વમાં માલદીવ એકમાત્ર એવી જગ્યા છે જે દરિયાની સપાટીથી સૌથી નજીક છે, જેના કારણે અહીં હૃદય સ્પર્શી નજારાઓની કોઈ કમી નથી. જો તમે વેકેશનનું પ્લાનિંગ માલદીવમાં કરી રહ્યા હોવ તો અહીં ઘણી બધી હોટેલ્સ છે. તમને તમારા રોકાણ માટે ઘણા સારા વિકલ્પો મળશે. અહીં સસ્તીથી લઈને મોંઘી તમામ પ્રકારની હોટલ ઉપલબ્ધ છે.

Sun Siyam Iru Velli

એરપોર્ટથી અહીં પહોંચવામાં તમને માત્ર 35 મિનિટ લાગશે. રિસોર્ટ પર પહોંચ્યા પછી, ફક્ત ચેક-ઇન કરો અને આરામ કરો. રૂમ સુધી પહોંચવાનો રસ્તો લીલાછમ વૃક્ષો, છોડ અને ફૂલોથી ઘેરાયેલો છે, જે તમને એક અલગ જ આરામ આપે છે. અહીં ઘણાં વિવિધ પ્રકારનાં સ્યુટ્સ ઉપલબ્ધ છે જેને તમે તમારી પસંદગી અને જરૂરિયાત પ્રમાણે પસંદ કરી શકો છો. સ્યુટનો પ્રકાર ગમે તે હોય, તમે દરેકમાં પૂલનો આનંદ માણી શકો છો.

રિસોર્ટમાં સ્પાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેને બિલકુલ ચૂકશો નહીં. આ તમને સંપૂર્ણપણે આરામ આપશે. ફિટનેસના શોખીનો માટે જિમની સુવિધા પણ છે. મતલબ કે વેકેશન પર આવ્યા પછી પણ તમે તમારી વર્કઆઉટ રૂટિન ફોલો કરી શકો છો. અહીંની પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે તમારે સાંજની રાહ જોવાની જરૂર નથી.

સ્નોર્કલિંગથી લઈને સ્કુબા ડાઈવિંગ સુધી, તમે બપોરે પણ માણી શકો છો. વેલ, ઇન-રૂમ પૂલ પણ બપોરે ઠંડી કરવા માટે એક સારો વિકલ્પ છે. સાંજ પડતાં જ આ જગ્યા એક અલગ જ દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. ચારેબાજુ ઝગમગતી રોશની, સુખદાયક સંગીત, હાથમાં શેમ્પેઈનનો ગ્લાસ અને પાર્ટનરનો સાથ… આટલું બધું તમારી સફરને યાદગાર અને મનોરંજક બનાવવા માટે પૂરતું છે.

 

View this post on Instagram

 

A post shared by Sun Siyam Iru Veli (@sunsiyamiruveli)

એક્સપીરિયંસ જે તમારે ના કરવો જોઇએ મિસ

ફ્લોટિંગ બ્રેકફાસ્ટ : સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, તો તમારા પૂલ દ્વારા વહેલી સવારે તંદુરસ્ત અને સ્વાદિષ્ટ નાસ્તો કેવી રીતે પીરસવામાં આવે છે તેનો ચોક્કસપણે અહીં આવી અનુભવ લેવો જોઈએ.

-પૂલ પાર્ટીઓ

-ઓર્ગેનિક ફાર્મ આઇલેન્ડ લંચ

-સનસેટ ફિશિંગ અને સેન્ડબેંક બાર્બેકયુ

આ રિસોર્ટમાં તમારા માલદીવના વેકેશનને અદ્ભુત બનાવવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, તો જ્યારે પણ તમે અહીં જવાની યોજના બનાવો ત્યારે શા માટે વિચારો. આ રિસોર્ટને તમારી યાદીમાં સામેલ કરો.

Leave a Reply