પોરબંદર તા.૧૫,બિપરજોય વાવાઝોડાની આગાહી ને લીધે હાલ પોરબંદર જિલ્લામાં 3500 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ભોજન ની વ્યવસ્થા પોરબંદરની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. ૧૫ થી ૨૦ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સંગઠનો અને સેવાભાવી અગ્રણીઓ આ સંભવિત સંકટના સમયમાં સરકારની સાથે રહીને સેવા કાર્ય કરી રહ્યા છે.
પોરબંદર છાયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના ભાનુ પ્રકાશ સ્વામી દ્વારા ગઈકાલે ૧૫૦૦ ફૂડ પેકેટ ગુંદી ગાંઠિયાના બનાવડાવી પોરબંદર તેમજ રાણાવાવ ના તંત્રને આપવામાં આવ્યા હતા.દરમિયાન સ્વામિનારાયણ ખીચડી પણ બનાવડાવી તંત્ર મારફત અસરગ્રસ્તોને આપવાનું આયોજન કરાયું છે.
પોરબંદર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનીની આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે 15 તારીખે પણ વધુ 700 લોકોને વિવિધ આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં 1273, પોરબંદર શહેરમાં 868, રાણાવાવ તાલુકામાં 1140 અને કુતિયાણામાં 1141, એમ 4000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ બધા સ્થળો પર પાણી, ભોજન અને ફૂડ પેકેટ ની વ્યવસ્થા તંત્ર દ્વારા સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે.