જ્યાં કોઈ સ્મશાનગૃહ હોય અથવા કોઈ કબ્રસ્તાન હોય ત્યાં કોઈ પણ જવાનું પસંદ નથી કરતુ. કારણકે અહી મૃત વ્યક્તિઓની કબરો હોઈ છે અને ઘણા અર્થમાં સામાન્ય જનતાને આ વાત થોડી ડરાવે પણ છે. પરંતુ ગુજરાતમાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ આવેલ છે જ્યા ૧૨ કબરો છે અને લોકો અહી રોજ આવે છે ચા ને નાસ્તો કરે છે અને અહી આવવું શુભ મને છે, શું થયું ચોંકી ગયા?
વાત ચોકાવનારી છે પણ સત્ય છે, આ રેસ્ટોરન્ટનું નામ ‘ન્યુ લકી રેસ્ટોરન્ટ’ છે અને આં અમદાવાદમાં ખુબ જ ફેમસ છે. સૌથી મહત્વની બાબત એ છે કે લોકો આ કબર સાથે એક રેસ્ટોરન્ટમાં બેસીને માત્ર ગપસપ નથી પરંતુ ખાય છે અને ચા ની ચુસ્કીની મજા પણ લે છે.
આ 12 કબરો આસપાસ આયર્નની લાકડી માઉન્ટ થયેલ છે. આ રેસ્ટોરન્ટના માલિક ક્રૂસનન કુટ્ટી છે જેમનું કહેવું છે કે, ‘જ્યારે અમે સૌપ્રથમ વખત અહીં એક રેસ્ટોરન્ટ ખોલવાનું નક્કી કર્યું ત્યારે 12 કબરો દૂર કરવાને બદલે, અમે તેની આસપાસ એક ચેર ટેબલ મૂકવાનું નક્કી કર્યું. ધીરે ધીરે અમારો ધંધો ખુબ ચાલ્યો અને નફો ખુબ જ વધ્યો જેથી અમે આને લકી નામ આપ્યું અને આં કબરોને જેમ હતી એમ જ રાખી.
આ સ્થળ પર પહેલના જમાનામાં કબ્રસ્તાન હતું.
આ ૧૨ કબરો કોની છે એના વિષે અહી કોઈને ખાસ અથવા ચોક્કસ ખ્યાલ નથી. પરંતુ અહીના બુઝુર્ગોનું કહેવું છે કે આ કબર કોઈ સુફી સંત અને તેમના શિષ્યોની છે.
ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટ ખુલતા જ સૌપ્રથમ અહી કબરો પર ફૂલો અને ચાદર ચડાવવામાં આવે છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર સ્વ.એમ એફ હુસેન પણ અહી ૨૦૦૪મ આવ્યા હતા અને તેમનું એક અનમોલ પેઈન્ટીંગ અહી ભેટ આપ્યું હતું જે આજે પણ અહી છે.
તો જો તમે આ કબરોની બાજુમાં બેસી મિજબાની ની મજા માણવા માંગતા હો તો જરૂર અહીની મુલાકાત છો, આ અનુભવ તમારા વિચારોને જ બદલી નાખશે.