Home > Travel Tips & Tricks > હરવા ફરવાના શોખીન છો, પણ ઓછી સેલરી પડી રહી છે તમારા આ શોખ પર ભારી, આ ટીપ્સ અપનાવો અને ઓછા પૈસામાં કરો મુસાફરી

હરવા ફરવાના શોખીન છો, પણ ઓછી સેલરી પડી રહી છે તમારા આ શોખ પર ભારી, આ ટીપ્સ અપનાવો અને ઓછા પૈસામાં કરો મુસાફરી

આપણામાંથી ઘણા લોકોને ફરવાનો બહુ શોખ હોય છે, પરંતુ તેમની સૌથી મોટી સમસ્યા છે પગાર. આ પગારમાં ઘરખર્ચ કાઢવો મુશ્કેલ બની જાય છે ત્યારે હરવા-ફરવાની તો વિચારીજ ના શકાય. જેથી આજે અમે તમને એવી ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને અનુસરવાથી તમે તમારા હરવા ફરવાનો શોખ પણ પૂરો કરી શકશો અને તમારા પર વધારાનો બોજ પણ નહિ આવે. તો વાચ આતીપ્સ વિશે અને ચોક્કસપણે આ ટીપ્સને અનુસરો.

પૂર્વ તૈયારી આવશ્યક છે
ઘણીવાર હળબળીમાં સામાન ભૂલી જવાય છે, અને પછી પ્રવાસમાં આ સમાન માટે વધુ પૈસા ચુકવવા પડે છે,

સીઝન પહેલાં કપડાં ખરીદો
જો તમારે ગરમીની છુટ્ટીઓમાં ફરવા જવું હોઈ તો શિયાળામાં જયારે સેલ ચાલુ હોય છે, ત્યારે જ કપડા ખરીદી લો. જેથી તમારે પ્રવાસમાં શું પહેરવું છે એ પહેલાથી નક્કી કરી શકો છો. બીજું ખાસ કે તમારા પૈસા ઘણા બચી જાય છે. સેલમાં કપલ લેવાથી સમાન બૌ જ સસ્તામાં મળી જાય છે.

ઓફ સીઝનમાં ફરવા જવું
આ એક સારો માર્ગ છે. પહાડી વિસ્તારોમાં અને પર્વતો પર ફરવા જવું હોય તો ઉનાળાની રાહ ના જુઓ. આવું કરવાથી પસંદગીની જગ્યાઓ પર ભીડ તમને ઓછી મળશે અને તમને ફરવા માટે ખુલ્લું અવકાશ મળશે. ઓફ સીઝન હોવાના કારણે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

ફેમિલી વીમો પણ કરવો
ઘણી વાર ટુર પર તબિયત ખરાબ થવાના કારણે ખીસ્સો ખાલી થઇ જાય છે. આવામાં ઓછા પૈસામાં વીમા પોલીસી લઇ લેવી વધુ હિતાવાર રહેશે.

હોટેલ્સ બુકિંગ ટાળો
આ પદ્ધતિ વધુ સારી રહેશે. હોટલ બુકિંગને બદલે ગેસ્ટ હાઉસ અથવા એક એપાર્ટમેન્ટ ભાડે લો. તે સસ્તું પણ રહેશે.

જ્યા જઈ રહ્યા છો ત્યાની પૂરી જાણકારી મેળવો
ઘણીવાર ટુર પર ગયેલ પ્રવાસીઓ ભટકી જાય છે. આવામાં તે જગ્યાની તમને ફાલતુની તકલીફો થી બચાવશે.

Leave a Reply