Home > Mission Heritage > જામનગરની એ ‘રણમલ ઝીલ’, જ્યાં 9થી18મી શતાબ્દી સુધીના ઇતિહાસ છે હાજર, જુઓ તસવીરો

જામનગરની એ ‘રણમલ ઝીલ’, જ્યાં 9થી18મી શતાબ્દી સુધીના ઇતિહાસ છે હાજર, જુઓ તસવીરો

જામનગર શહેરની મધ્યમાં રણમલ તળાવ 5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. આ તળાવ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.રણમલ તળાવ શહેરની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે. રણમલ સરોવર યાયાવર પક્ષીઓ અને પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.

રણમલ તળાવ લાખોટા તળાવ તરીકે પણ ઓળખાય છે.લગભગ 5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું આ ગોળાકાર તળાવ એક આગવી ઓળખ ધરાવે છે. તળાવની ફરતે મંડપ, બુરજો, કલાત્મક બગીચો વગેરે જેવા વિશ્રામ સ્થાનો બનાવવામાં આવ્યા છે.

રણમલ તળાવની આજુબાજુ આકર્ષક વૃક્ષો, એક લાઇનમાં બનાવેલ સહેલગાહ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે. તળાવની પૂર્વ બાજુએ એક નવું ઇતિહાસ સંગ્રહાલય છે, અને તળાવની મધ્યમાં એક ટાપુનો કિલ્લો છે

જેમાં શસ્ત્રો, હસ્તપ્રતો સાથેનું નાનું સંગ્રહાલય છે. 9મીથી 18મી સદી સુધીના માટીકામ પણ અહીં હાજર છે.રણમલ તળાવની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચેનો સમય છે.

Leave a Reply