રાજાઓના સમયમાં ફરવાનું જ મહત્વ નથી હોતું, ફરવાની સાથે સાથે ત્યાનું ભોજન અને ત્યાની હોટલો તથા રેસ્ટોરાં પણ એટલા જ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે કોઈ પણ રજાઓનો બેસ્ટ પાર્ટ તો ભોજન જ હોય છે.વેકેશન ટાઇમ માત્ર તમારો પોતાનો ટાઇમ હોય છે, જેમાં કોઈ નિયમ ન હોવો જોઈએ અને તમે જે ખાવા ઈચ્છો તે ખાવું જોઈએ. એવામાં રેસ્ટોરાં પસંદ કરતી વખતે પણ થોડું રિસર્ચ જરૂર કરો, ઉતાવળમાં ક્યાંય પણ ભોજન કરવા ન બેસી જાવ.તો આજે અમે તમને વિશ્વની એવી કેટલીક રેસ્ટોરાં વિશે જણાવીશું જ્યાનું ફૂડ તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.
જિમખાના, મેફેર
જો તમને સ્પાઇસી ભોજન ખાવાની ઈચ્છા હોય તો સીધે 2014ના નેશનલ રેસ્ટોરાં ઓફ ઘ યર, જિમખાના પહોંચી જાવ. કમ્યુનલ ઇટિંગ ધ્યાનમાં રાખતા આ રેસ્ટોરાં બનાવવામાં આવ્યો હતો. કટ ગ્લાસ વોલ લેમ્પ્સ અને ડાર્ક-લેકર્ડ ઓક સીલિંગની નીચે પરિવાર સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે. આ જગ્યાનું ઇન્ટિરિયર બ્રિટિશ રાજથી ઇંસ્પાયર થઈને કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં અહીંનું સ્વાદિષ્ટ ભોજન છે જે આ રેસ્ટોરાંને સૌનું પસંદીદા બનાવી દે છે. અહીંની ખાસ ડિશેસમાં શામેલ છે અચારી રો-ડિયર ચોપ્સ જે તંદૂરથી સર્વ કરવામાં આવે છે. આ સિવાય ઓબરજીન ભરતા ચટણીમાં જંગલી ગ્રાઉજ પણ ખૂબ પોપ્યુલર છે.
મિડ સમર હાઉસ, કેમબ્રિજ
રિવર કેમથી લાગેલો એક આલીશાન વિક્ટોરિયન વિલા જે કેમબ્રિજ યૂનિવર્સિટીના બિલ્કુલ નજીક છે. તેની આજુબાજુ અદભુત દૃશ્ય જોઈ શકાય છે. અહીં તમે સુંદર રિવર સાઇડ અને હરિયાળી જોઈ શકો છો. સાથે જ શેફ પેટ્રન અને ડેનિયલ ક્લિફોર્ડના ક્રિટિકલી એક્લેમ્ડ ક્વિઝીનનો આનંદ પણ માણી શકાય છે. આ રેસ્ટોરાંને ટ્રિપએડવાઇઝર ટ્રાવલર સાઇટ દ્વારા દુનિયાનો બેસ્ટ ડાઇનિંગ રેસ્ટોરાંનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અહીંની ખાસ ડિશેસમાં સ્મોક્ડ હેડૉક, ક્રિસ્પી હેન્સ એગ્સ અને લેમન પૉસેટ શામેલ છે.
આશા, બર્મિંઘમ
બોલિવૂડ ફેન્સ ધ્યાન આપે! જો તમે કોઈ ફ્લેવરસમ અને ડિલીશિયસ ભોજનની શોધમાં છો તો બર્મિંઘમના આશામાં જાવ. દુબઈ અને મિડલ ઇસ્ટની સફળતા પછી સિંગિંગ સેન્સેશન અને બોલિવૂડ લિજેન્ડ આશા ભોંસલે બેચેન થઈને પોતાની કુકિંગ ટેલેન્ટ યૂકે સુધી લઈ આવ્યાં છે. તેમના મેન્યૂમાં ટ્રેડિશનલ અને કંટેમ્પરેરી ઇન્ડિયન કુકિંગ શામેલ છે. કેટલીક ડિશેસમાં બોલિવૂડ ઇંસ્પાયર્ડ ટ્રિબ્યૂટ્સ પણ જોડવામાં આવ્યાં છે.