Home > Travel News > યાત્રાળુઓ માટે સારા સમાચાર, જમ્મુમાં હોટલના એડવાન્સ બુકિંગ પર મળશે 30% ડિસ્કાઉન્ટ

યાત્રાળુઓ માટે સારા સમાચાર, જમ્મુમાં હોટલના એડવાન્સ બુકિંગ પર મળશે 30% ડિસ્કાઉન્ટ

અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર છે. ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન (AJHLA) એ જમ્મુમાં રોકાતા અમરનાથ યાત્રીઓ માટે હોટલના એડવાન્સ બુકિંગ પર 30% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

AJHLAના પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે અમરનાથ યાત્રિકો કે જેઓ હોટલમાં અગાઉથી રૂમ બુક કરાવે છે તેમને સદ્ભાવના તરીકે 30% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

પવિત્ર અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરમાં હિમાલયની મધ્યમાં સમુદ્ર સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.

1 જુલાઈથી શરૂ થનારી 62 દિવસીય યાત્રાના બે રૂટ છે. એક અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ છે અને બીજો ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબો ટૂંકો પણ દુર્ગમ બાલટાલ માર્ગ છે.

મુસાફરોની પ્રથમ બેચ જમ્મુથી 30 જૂને રવાના થશે. આ વખતે યાત્રાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા જશે.

આ પહેલનો ઉદ્દેશ્ય અમરનાથ યાત્રા પર જતા યાત્રિકોને સહકાર અને મદદ આપવાનો છે. આ છૂટથી હોટલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ઘણી મદદ મળશે, જેની આ સમયે ખૂબ જ જરૂર છે.

You may also like
તિરુપતિ બાલાજીની મુલાકાત લેતા પહેલા મંદિર વિશે કેટલીક ખાસ વાતો જાણી લો
રત્નાગિરીમાં ખાલી આલ્ફોન્સો કેરી જ નહીં અહીનું આ જગ્યા પણ પ્રખ્યાત છે
ઉનાળાથી રાહત માટે હિમાચલના આ શાનદાર અને સુંદર સ્થળો ફરવા જોઈએ
જો તમે પણ ટ્રાવેલિંગના શોખીન છો તો 30 વર્ષની ઉંમર પહેલા આ વાતો જાણી લો

Leave a Reply