શું તમે ભારતમાં જ આઇલેન્ડમાં સ્થિત માર્બલ રોક જોવા માંગો છો? તમારી આ ઈચ્છા આસાનીથી પૂરી થઈ શકે છે, કારણ કે મધ્યપ્રદેશમાં પણ એક એવી જ જગ્યા છે જે કોઈ વિદેશી લોકેશનનો અહેસાસ કરાવે છે.
મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ભેડાઘાટની અમે વાત કરી રહ્યા છીએ. આ સ્થળ આરસના ખડકોથી ઘેરાયેલું છે. ખડકોમાંથી પસાર થતી નર્મદા નદી આ સ્થળની સુંદરતામાં વધુ વધારો કરે છે. જ્યારે સૂર્યના કિરણો આરસના પથ્થરો અને ભેડાઘાટના પાણી પર પડે છે ત્યારે અહીંનો નજારો વધુ અદભૂત લાગે છે.
પત્થરો અને નદીનો આ નજારો આઈસલેન્ડના નેશનલ પાર્કમાં જોવા મળે છે. આ જગ્યાએ એક ધોધ પણ છે જેનું પડતું પાણી દૂધ જેવું લાગે છે. અહીં તેને સ્મોકી વોટરફોલ પણ કહેવામાં આવે છે. સ્થાનિકથી લઈને વિદેશી દરેક પ્રકારના પ્રવાસી આ સ્થળને જોવા માટે આવે છે.
જો તમે પરિવાર સાથે ભેડાઘાટની ટ્રીપ પર જવા માંગતા હોવ તો તમારે અહીં બોટિંગની મજા ચોક્કસ લેવી જોઈએ. સુંદર ખડકો વચ્ચે બોટ રાઈડ એ યાદગાર ક્ષણ છે.