Home > Travel Tips & Tricks > વેકેશનની મજા માણો અને પૈસા પણ બચાવો, જાણો 5 કૂલ ટીપ્સ

વેકેશનની મજા માણો અને પૈસા પણ બચાવો, જાણો 5 કૂલ ટીપ્સ

કંઈ ફરવા જવાની વાત આવે ત્યારે ઘણા લોકો હોંશે હોંશે પ્લાન તો બનાવી દેતા હોય છે પંરતુ ટ્રાવેલિંગ દરમિયાન થતા ખર્ચા લોકોને ભારે લાગવા લાગે છે. પરંતુ થોડી સમજદારી વાપરવામાં આવે તો આ ખર્ચા બચાવી શકાય તેમ છે. તો જાણો ટ્રાવેલિંગ દરમિયાન ખર્ચા ઓછા કરવાની કેટલીક ટીપ્સ…

પોડ્સ ઇન હોટલ
‘પોડ હોટલ’ સૌથી પહેલા જાપાનમાં શરૂ કરવામાં આવી હતી, હવે મુંબઈમાં પણ ખોલવામાં આવી છે. એમાં હોટેલ યાત્રીઓને રૂમની ઓછા ભાવે મેળવી શકે છે. પોડ નાના અને કોમ્પેક્ટ કેપ્સુલ જેવું હોય છે, જ્યાં યાત્રીઓ આરામ કરી શકે છે. મુંબઈમાં ખુલેલી સૌથી પ્રથમ પોડ હોટેલનું નામ ‘અર્બન પોડ’ છે. આ 140 પાડ્સ ઓફર કરે છે જેમાં તમને બેડ, એસી, વાઇ-ફાઈ, ટીવી યૂએસબી પોર્ટ વગેરે સુવિધાઓ પણ મળે છે. આ હોટલમાં રોકાવા માટે તમારે માત્ર 2,030 રૂપિયા ચૂકવવા પડે છે, જેની સાથે બ્રેકફાસ્ટ અને શેર વોશરૂમ પણ મળે છે.

સોશિયલ મીડિયા
તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પણ પૈસા બચાવી શકો છો. તેના માટે એરલાઇન કંપનીના ટ્વિટર હેન્ડલ પર સાઇન-ઇન કરવાનું રહેશે, જ્યાં તમને લાસ્ટ મિનિટ ફ્લાઇટ ડિસ્કાઉન્ટ અને ફ્લેશ સેલના બેનીફિટ મળી શકે છે. અહીં તમને એરલાઇન અને હોટલ દ્વારા ચલાવવામાં આવેલા ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર હેશટેગ કેમ્પેન જીતવાની તક મળે છે.

બેસ્ટ એરફેર
ગૂગલ ફ્લાઇટ્સ, GOIBIBO અને MMT દ્વારા મલ્ટીપલ એરલાઇન અને સિંગલ એરલાઇન કંપનીઓમાં સૌથી સસ્તી ફ્લાઇટની પસંદગી કરી શકો છો. એ સિવાય તમે Deal4flight.com પણ ચેક કરી શકો છો, જ્યાં તમને લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ, પેબેક્સ અને ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. લાસ્ટ મિનિટ બુકિંગ પર તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય તમે ટ્રાવેલ એગ્રીગેટર સાઇટ પર પ્રાઇસ એલર્ટ માટે સાઇન કરી શકો છો. ત્યાર બાદ, તમારી ફ્લાઇટના 24 કલાક સુધી અન્ય કોઈ ફ્લાઇટના ભાડામાં કાપ મુકાય તો જુની ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરી નવી ફ્લાઇટ બુક કરાવી શકો છો.

કલાકના હિસાબે ચૂકવો
માઇક્રો સ્ટેનું ચલણ હવે ભારતમાં ધીર-ધીરે જોર પકડી રહ્યું છે. ભારતમાં ઘણી હોટલ, વેબસાઇટ અને એપ્સ પણ રેગ્યુલર કોસ્ટના સ્થળોએ કલાકના હિસાબે પેમેન્ટનું ઓપ્શન આપે છે. બિઝનેસ ટ્રાવેલર અને કોઈ જગ્યાએ થોડા કલાકો માટે રોકાનારાઓમાંટ આ સૌથી ઉત્તમ રસ્તો છે. એના માટે તમે 6 Hourly, Chatur Musafir, Frotels અને MiStay જેવી વેબસાઇટ દ્વારા બુકિંગ કરી શકો છો. અહીં તમને ટાઇમ સ્લોટ ભરવાનું રહેશે, જેમાં તમને ત્રણથી 12 કલાકનું ઓપ્શન મળશે.

ડિસ્કાઉન્ટ સાઇટ્સ
Makemytrip, goibibo, જેવી કેટલીક સાઇટ્સ તમને ટ્રાવેલ એગ્રીગેટરની જેમ ડિસ્કાઉન્ટ અને ડીલ ઓફર આપે છે. એમાં તમને હોટલસ ફ્લાઇટ, રેલવે બુકિંગ, કેબ બુકિંગ જેવી બીજી ઘણી વસ્તુઓ એક જ જગ્યાએ મળી જાય છે. એટલા માટે જો તમે કોઈ ટ્રીપનું પ્લાન કરતા હો તો એકવાર આ સાઇટ્સને ચેક કરી લો.

Leave a Reply