યુએસ પ્રમુખ જો બાઇડને ગુરુવારે યુએસ પ્રવાસ પર પીએમ નરેન્દ્ર મોદીની યજમાની કરતી વખતે એક સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. વ્હાઇટ હાઉસમાં આયોજિત આ શાનદાર કાર્યક્રમમાં બંને રાજનેતાઓ વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી હતી. તેમના હાથમાં ડ્રિંક હતું, જે બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સુધારવાના નામે ચિયર્સ કર્યું હતું.
બાઇડને સ્પષ્ટ કર્યું હતું કે તે ડ્રિંકમાં કોઈ આલ્કોહોલ નથી. બાઇડેને કહ્યું, ‘અમારા માટે સારી વાત એ છે કે અમે બંને પીતા નથી.’ આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠતો હશે કે પીએમ મોદી ખરેખર શું પીતા હતા? વાસ્તવમાં, તે પીણું Ginger Ale હતુ.
જિંજર એલ એટલે શું ?
જિંજર એલ મૂળભૂત રીતે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે. કાર્બોનેટેડ એટલે કે તેમાં સોડા ભેળવવામાં આવે છે. તે સામાન્ય સોફ્ટ ડ્રિંક જેવું જ છે, કેટલાક લોકો તેને અન્ય પીણામાં ભેળવીને પીવે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ રેગ્યુલર અથવા ગોલ્ડન અને બીજું ડ્રાય. ઘણા લોકો તેને સામાન્ય પીણાંની જેમ જ પીવાનું પસંદ કરે છે. જો કે, કેટલાક લોકો તેને ઉબકાથી રાહત માટે પણ પીવે છે.
સાઇટ્રિક એસિડ અને સોડિયમ બેન્ઝોનેટ જેવા પ્રિઝર્વેટિવ્સ પણ જિંજર એલમાં વપરાય છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરના મેનૂમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ તરબૂચ અને ટેન્ગી એવોકાડો સોસ સામેલ હતા. જ્યારે મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો સામેલ છે. સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો પણ સમાવેશ થાય છે.
#WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden, at the State Dinner at the White House. pic.twitter.com/r0LkOADAZ6
— ANI (@ANI) June 23, 2023