જેસલમેર ભારત-પાકિસ્તાન બોર્ડર અને થાર રણ પાસે આવેલું રાજસ્થાનનું એક સુંદર શહેર છે. બીજા શહેરોની તુલનામાં જેસલમેર નાનકડું શહેર છે, પરંતુ રાજસ્થાનના સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી આ એક છે.
ગોલ્ડન સિટી
જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે. અહિ તમે ઓછામાં ઓછા 2 થી 3 દીઅવ્સ વિતાવ્સો તો જ તમને તેની ભવ્યતા અને સંસ્કૃતિ ને નજીકથી સમજવાનો મોકો મળશે.જો તમે જેસલમેર જવાનો પ્લેન બનાવો છો તો આ પાંચ સ્સાથ્દોની જરૂર મુલાકાત લેવી.
જેસલમેર ફોર્ટ
આ કિલ્લાને ‘લિવીંગ ફોર્ટ’ પણ કહેવામાં આવે છે, કારણકે હજી પણ હજારો લોકો અહીં રહે છે. ટુક-ટુકની મદદથી આ કિલ્લાની અંદર ફરી શકો છો. આ કિલ્લામાં હવેલીઓ, હોટલો અને ઘરો આવેલા છે. અહીં તમને ઈતિહાસની અને સ્થાપત્યકલાનો અદ્ભુત નજરો જોવા મળશે.
ગડીસર તળાવ
જો તમે જેસલમેર ગયા છો તો ગડીસર તળાવની મુલાકાત જરૂર લેવી. તમારી સવારની શરુઆત પ્રખ્યાત ગડીસર તળાવની મુલાકાત લઈને કરો. આ તળાવ છે. જેસલમેરના કિલ્લાથી ફક્ત એક જ કિલોમીટર દૂર ગડીસર તળાવ આવેલ છે. જેસલમેરના પહેલા રાજા રાજા રાવલ જેસલે આ તળાવ બંધાવ્યુ હતું. તળાવના કિનારે ભગવાન કૃષ્ણ અને શિવના પ્રાચીન મંદિરો પણ આવેલ છે.
કલ્ચરલ પ્રોગ્રામ
નાનું શહેર હોવાને કારણે તમે ચાલીને અથવા ટુક-ટુકમાં બેસીને ઘણું બધુ ફરી શકો છો અને કલ્ચરને અને સંસ્કૃતિને નિહાળી અને જાણી શકો છો. સાંજના સમયે થાર રણની બોર્ડર પર આવેલા સેન્ડ-ડ્યુન્સમાં કેમ્પસમાં કલ્ચરલ પર્ફોમન્સ ચાલતા જ હોય છે જેને તમે નિહાળી શકો છો.સંગીત, નૃત્ય અને કલાની સાથે સાથે અહીં તમે લોકલ ફૂડની પણ મજા માની શકો છો.
સફારી
એડવેન્ચરના શોખીનો અહી રણમાં ઊંટની સવારીની સાથે સાથે થાર રણમાં જીપ સફારીની મજા લઈ શકે છે. આ સફારીનો અનુભવ તમારી ટ્રિપનો સૌથી એડવેન્ચરસ અનુભવ હશે, કારણકે તમારી સફારી પતશે ત્યારે તમારા જીવમાં જીવ આવશે, તમારા ચહેરા પર, કપડા પર રેતીના કણો તમારા એડવેન્ચરના પુરાવા આપશે
કેમ્પિંગનો અનુભવ
કેમ્પિંગનો અનુભવ કરવા માંગતા લોકો માટે ખુરી સેન્ડ ડ્યુન્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં તમે ખુલ્લા આકાશની નીચે, ઝગમગ થતા તારાઓને જોતા જોતા બોનફાયરની મજા લઈ શકો છો. આવો નજારો શહેરોમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે જેથી તેમના માટે આ યાદગાર પણ બની રહે છે.