Home > Mission Heritage > આ છે ભારતની સૌથી વધારે કમાણી કરનાર ઔતિહાસિક ઇમારતો, નામ જાણી થશે ગર્વ

આ છે ભારતની સૌથી વધારે કમાણી કરનાર ઔતિહાસિક ઇમારતો, નામ જાણી થશે ગર્વ

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં આવે છે, ઐતિહાસિક સ્મારકોમાંથી આવકના આંકડા તાજેતરમાં પ્રાપ્ત થયા હતા. તે યાદીમાં તે સ્થાનોનો સમાવેશ થાય છે જ્યાંથી મહત્તમ આવક થાય છે. જાણો તે ઈમારતો વિશે.

તાજમહેલ
આ આંકડાઓ અનુસાર, તાજમહેલ 2017-18 થી 2022-23 સુધીમાં સૌથી વધુ આવક પેદા કરતી ઐતિહાસિક ઇમારત છે. આ સમયગાળા દરમિયાન, તાજમહેલની કુલ કમાણી લગભગ 52.83 કરોડ રૂપિયા નોંધાઈ છે.

આગ્રાનો કિલ્લો
આ લિસ્ટમાં આગરાનો કિલ્લો બીજા ક્રમે આવે છે, જ્યાંથી 41.56 કરોડ રૂપિયાની આવક થઈ છે.

કુતુબ મિનાર
કુતુબ મિનારે ત્રીજું સ્થાન મેળવ્યું છે અને તેને 2017 થી 2023 સુધીમાં અંદાજે 30.96 કરોડ રૂપિયાની આવક મળી છે.

લાલ કિલ્લો
ચોથા સ્થાને દિલ્હીનો લાલ કિલ્લો છે, જ્યાંથી 2017-2018થી 2022-2023 સુધીમાં 29.24 કરોડ રૂપિયાની આવક થઈ છે.

હુમાયુનો મકબરો
કમાણીની વાત કરીએ તો હુમાયુના મકબરે પણ ઘણી કમાણી કરી છે, 2017થી અત્યાર સુધીમાં તેણે 18.43 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફતેહપુર સીકરી
ફતેહપુર સીકરીની ઐતિહાસિક ઈમારતો પ્રવાસીઓને ખૂબ જ પસંદ છે, 2017થી અત્યાર સુધીમાં અહીંથી 12.29 કરોડ રૂપિયાની આવક થઈ છે.

હમ્પીની ઐતિહાસિક ઇમારતો
હમ્પીની ઐતિહાસિક ઈમારતો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે, અહીંથી લગભગ 8.11 કરોડ રૂપિયાની આવક થઈ છે.

Leave a Reply