Home > Travel Tips & Tricks > ટ્રાવેલિંગ દરમિયાન ત્વચાની દેખભાળ કેવી રીતે રાખવી

ટ્રાવેલિંગ દરમિયાન ત્વચાની દેખભાળ કેવી રીતે રાખવી

પ્રવાસ દરમ્યાન આપણી ત્વચા ધૂળ, તડકો, પ્રદૂષણના સંપર્કમાં આવે છે, જેનાથી ત્વચા સૂકી, શ્યામ અને નિસ્તેજ થઈ જતી હોય છે. જેથી ત્વચાની કાળજી લેવી ખુબ જ જરૂરી છે. એના માટે આં ટીપને જરૂર અનુસરો અને પ્રવાસમાં તમારી ત્વચાનું રક્ષણ કરો.

કોલ્ડ ડ્રિન્ક પીવાનું ટાળવું, પણ પાણી ભરપૂર પીવું. એનાથી ત્વચામાં ભેજ (મોઈસ્ચર) જળવાશે.
હાથમાં રૂમાલ રાખવો, એનાથી ચહેરો થોડી-થોડી વારે લૂછતાં રહેવો, એનાથી ધૂળ નહીં બાઝે, ચહેરો સાફ-ફ્રેશ લાગશે.
ફેસવોશ, મોઈસ્ચરાઈઝર, સનસ્ક્રીન વગેરે સાથે રાખવા.
આંખોની કાળજી લેવા સનગ્લાસ પહેરી રાખવા

પર્સમાં લિપ બામ રાખવું, હોઠને મોઈસ્ચરાઈઝ કરવા. ખાસ કરીને એરકન્ડિશન્ડ કોચમાં પ્રવાસ કરતા હો ત્યારે. એનાથી હોઠ સૂકા નહીં પડે.
ક્લીન્ઝિંગ મિલ્ક સાથે રાખવું. લાંબી સફરમાં દિવસમાં બે વાર, ટૂંકી સફરમાં એક વાર ચહેરા પર લગાડવું. ત્યારબાદ ચહેરા પર ટોનર લગાડવું.
હેવી મેકઅપ ન કરવો. હોઠ પર લાઈટ શેડની લિપસ્ટિક લગાડવી.
.

Leave a Reply