Home > Travel News > IRCTC આપી રહ્યુ છે ખૂબસુરત ઇન્ડોનેશિયાની મોજ માણવાનો મોકો, જાણો ભાડાની વિગત અને બુકિંગ ડિટેઇલ્સ

IRCTC આપી રહ્યુ છે ખૂબસુરત ઇન્ડોનેશિયાની મોજ માણવાનો મોકો, જાણો ભાડાની વિગત અને બુકિંગ ડિટેઇલ્સ

IRCTC Bali Tour Package: IRCTC તમારા માટે એક આકર્ષક ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે લખનઉથી બાલી (ઇન્ડોનેશિયા) સુધી મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજ 30 જૂનથી શરૂ થઈ 5 જુલાઈએ સમાપ્ત થાય છે. તો અમે તમને જણાવી દઇએ આ પ્રવાસનો ખર્ચ કેટલો હશે, કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને તમે તેને કેવી રીતે બુક કરી શકો છો.

IRCTC બાલી ટૂર પેકેજની વિગતો઼

પેકેજનું નામ- Awesome Bali Ex Lucknow

પેકેજ અવધિ- 5 રાત અને 6 દિવસ

મુસાફરી મોડ – ફ્લાઇટ

આવરી લેવામાં આવેલ ડેસ્ટિનેશન- બાલી

તમે ક્યારે મુસાફરી કરી શકશો – 30 જૂન 2023

મળશે આ સુવિધા :
1. રહેવા માટે 4 સ્ટાર હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.

2. આ પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ઉપલબ્ધ હશે.

3. રોમિંગ માટે એસી વાહનની સુવિધા હશે.

4. ટ્રીપમાં ટ્રાવેલ ગાઈડ પણ મળશે.

5. યાત્રા વીમાની સુવિધા પણ મળશે.

પેકેજની કિંમત કેટલી છે :
– જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 1,15,800 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બે વ્યક્તિએ 1,05,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

– ત્રણ લોકોએ પ્રતિ વ્યક્તિ 1,05,900 રૂપિયા ફી ચૂકવવી પડશે.

– બાળકો માટે તમારે અલગથી ફી ચૂકવવી પડશે. બેડ સાથે (5-11 વર્ષ) 100600 અને બેડ વગરના 94,400 રૂપિયા ચૂકવવા પડશે.

IRCTCએ ટ્વિટ કરીને માહિતી આપી-
IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે બાલીનો આકર્ષક નજારો જોવા માંગો છો, તો તમે IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

આ રીતે કરો બુક :
તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસ અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

You may also like
બસ 1074 રૂપિયા આપો અને એકસાથે સાતેય જ્યોતિર્લિંગ ફરી લો, જાણો
IRCTCએ 100 સ્ટેશનો પરમુસાફરો માટે માત્ર ₹20માં ‘ઇકોનોમી માઇલ’ શરૂ કરી
તિરુપતિ બાલાજીની મુલાકાત લેતા પહેલા મંદિર વિશે કેટલીક ખાસ વાતો જાણી લો
રત્નાગિરીમાં ખાલી આલ્ફોન્સો કેરી જ નહીં અહીનું આ જગ્યા પણ પ્રખ્યાત છે

Leave a Reply