Home > Travel News > અમરનાથ યાત્રિઓ માટે વસાવવામાં આવી રહી છે ટેન્ટ સિટી, જાણો ભાડુ અને બીજી જરૂરી જાણકારી

અમરનાથ યાત્રિઓ માટે વસાવવામાં આવી રહી છે ટેન્ટ સિટી, જાણો ભાડુ અને બીજી જરૂરી જાણકારી

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાના આધાર શિવિર બાલટાલ અને પહલગામના નુનવન ખાતે ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે. બંને જગ્યાએ 10,000 ટેન્ટ લગાવવામાં આવવાના છે. દરેક ટેન્ટ સિટીમાં એક સાથે 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓ રહી શકશે.

આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક યાત્રા રૂટ પર સુવિધાઓ અને ટેન્ટ સિટીમાં અલગ ભાડું રાખવામાં આવ્યું છે. પવિત્ર ગુફા સુધી ઘોડા, પાલખી, પિટ્ટુ વગેરેના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. તે 62 દિવસની છે અને રક્ષાબંધનના દિવસે 31 ઓગસ્ટે સમાપ્ત થશે.

સ્થળ પર કોઈ પ્રી-બુકિંગ નહીં, ટેન્ટ ઉપલબ્ધ રહેશે :
ટેન્ટ સિટીમાં ભાડું અનુકૂળતા મુજબ છે. પલંગ અને જમીન પર સૂવાની વ્યવસ્થા પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ટેન્ટ માટે અગાઉથી કોઈ બુકિંગની જરૂર નથી. સ્થળ પર જ તંબુ ભાડે મળશે. કેટલાક તંબુઓમાં ચાર અને અન્યમાં 6થી10 ભક્તો રહેવાની વ્યવસ્થા છે. જો કે, લંગરની સેવા સંપૂર્ણપણે મફત છે.

નુનવન ટેન્ટ સિટીમાં ભાડુ :
ટેન્ટ ગ્રાઉન્ડ પર ગાદલું, ધાબળો અથવા સ્લીપિંગ બેગ અને ઓશીકું – રૂ. 300

– ટેન્ટ બેડ, ધાબળો અથવા સ્લીપિંગ બેગ અને ઓશીકું – 375 રૂપિયા

પવિત્ર ગુફા નજીક ટેન્ટ સિટી

– બ્લેન્કેટ અથવા સ્લીપિંગ બેગ અને જમીન પર ઓશીકું – 650 રૂપિયા

– બેડ, ધાબળો અથવા સ્લીપિંગ બેગ અને ઓશીકું – રૂ. 675

ભક્તોને શું સુવિધા મળશે?
તંબુ, વીજળી, શૌચાલય માટે પાણી, તબીબી અને સંદેશાવ્યવહાર સેવાઓ, લંગરમાં ભોજન, ગરમ પાણી અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. જિલ્લા પ્રશાસને પવિત્ર ગુફા સુધી ઘોડા, પાલખી, પિટ્ટુ અને તંબુ વગેરે સેવાઓ માટેના દરો નક્કી કર્યા છે.

ઘોડા અને ખચ્ચર દ્વારા મુસાફરી માટે ભાડું
ચંદનવાડીથી પિસ્સુટાપ – રૂ. 1100

પિસ્સુટાપથી ચંદનવાડી – રૂ 800

ચંદનવાડીથી પિસ્સુટાપ અને પરત – 1400 રૂપિયા

ચંદનવાડીથી જોજીબલ – રૂ. 1700

જોજીબલથી ચંદનવાડી- રૂ. 1500

ચંદનવાડીથી જોજીબલ અને પરત – રૂ. 2400

ચંદનવાડીથી નાગાકોટી – રૂ. 1900

નાગકોટીથી ચંદનવાડી – રૂ. 1550

ચંદનવાડીથી શેષનાગ – રૂ. 2000

શેષનાગથી ચંદનવાડી – રૂ. 1600

ચંદનવાડીથી શેષનાગ અને પરત – રૂ. 2700

You may also like
તમારું વિદેશ ફરવાનું સપનું પણ સાકાર થશે! આ દેશો ભારત કરતા ઘણા સસ્તા છે
તિરુપતિ બાલાજીની મુલાકાત લેતા પહેલા મંદિર વિશે કેટલીક ખાસ વાતો જાણી લો
રત્નાગિરીમાં ખાલી આલ્ફોન્સો કેરી જ નહીં અહીનું આ જગ્યા પણ પ્રખ્યાત છે
ઉનાળાથી રાહત માટે હિમાચલના આ શાનદાર અને સુંદર સ્થળો ફરવા જોઈએ

Leave a Reply