Home > Travel News > ખરાબ મોસમને કારણે કેદારનાથ યાત્રા આગળના આદેશ સુધી સ્થગિત, ઉત્તરાખંડના અનેક જિલ્લા માટે જારી થયુ ઓરેન્જ એલર્ટ

ખરાબ મોસમને કારણે કેદારનાથ યાત્રા આગળના આદેશ સુધી સ્થગિત, ઉત્તરાખંડના અનેક જિલ્લા માટે જારી થયુ ઓરેન્જ એલર્ટ

Char Dham Yatra 2023: ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ હવામાન વિભાગે કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. આ સાથે રાજ્યના નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ, બાગેશ્વર, દેહરાદૂન, ટિહરી અને પૌડી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે.

ચારધામ યાત્રા માટે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 27 એપ્રિલ 2023ના રોજ ખોલવામાં આવી ચૂક્યા છે. જો તમે પણ કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા માગો છો તો registrationandtouristcare.uk.gov.in પર જઇ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમને સાઇટની મુલાકાત લઈને નોંધણી કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે ટોલ ફ્રી નંબર 01351364 અને 1364 પર કોલ કરીને અથવા તો આ 8394833833 નંબર પર મેસેજ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કેદારનાથ ધામ યાત્રામાં હેલિકોપ્ટર બુક કરવા માટે ભક્તોએ પહેલા આધિકારીક વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

IRCTC http://heliyatra.irctc.co.in. IRCTCની હેલિકોપ્ટર બુકિંગ સેવાની વેબસાઈટ અનુસાર, પ્રવાસીઓએ કેદારનાથની રાઉન્ડ ટ્રીપ માટે 5,498 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, તમારે ફાટાથી શ્રી કેદારનાથ માટે રૂ. 5500 અને ગુપ્તકાશીથી શ્રી કેદારનાથ માટે રૂ. 7740 ચૂકવવા પડશે. ચાર ધામ યાત્રાના રૂટ પરની હોસ્પિટલોમાં ડોક્ટર, સ્ટાફ, ઓક્સિજન સિલિન્ડર અને દવાઓની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે. આ ઉપરાંત રૂટ પર હેલ્થ એટીએમ પણ લગાવવામાં આવ્યા છે.

આ વખતે કોઇપણ મુસાફરને આરોગ્ય સેવાઓને લઇને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહી.સરકાર દ્વારા તમામ ટ્રાવેલ રૂટ પર આરોગ્યની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ મુસાફરી શરૂ કર્યા પછી તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર (કેદારનાથ ખાતે આરોગ્ય કેન્દ્ર)ની મુલાકાત લઈ શકે છે અથવા જો મુસાફરી દરમિયાન તેમની તબિયત બગડે છે અને ડૉક્ટરની સલાહ લઈ શકે છે.

વધુ સારી અને સુવિધાજનક મુસાફરી માટે રાજ્ય સરકાર નિશ્ચયપૂર્વક કામ કરી રહી છે.ચારધામ યાત્રાના રૂટ પર કુલ 200 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આમાં ઓક્સિજન સિલિન્ડર સહિતની જીવનરક્ષક સુવિધાઓ ઉપલબ્ધ છે.યાત્રાના માર્ગો પર મુકવામાં આવેલ ઈમરજન્સી સેવા 108નો પ્રતિભાવ સમય ઘટાડીને 15 મિનિટ કરવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામ યાત્રાને સરળ અને સલામત બનાવવા માટે ધામી સરકાર વિશેષ પ્રયાસો કરી રહી છે. આ કારણે શ્રદ્ધાળુઓ માટે પ્રત્યેક કિલોમીટરના અંતરે મેડિકલ રિલીફ પોસ્ટ બનાવવામાં આવી છે.

ચાર ધામ યાત્રાના રૂટ પર 130 ડોક્ટરો તૈનાત કરવામાં આવ્યા છે. આમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન સિલિન્ડર અને દવાઓ ઉપલબ્ધ રહેશે. આ વખતે પોઈન્ટ ઓફ કેર ટેસ્ટીંગ ડિવાઈસ પણ હશે. આ ઉપકરણથી 28 પ્રકારની બીમારીઓનું પરીક્ષણ કરી શકાય છે.

Leave a Reply