અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP મોડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને રિવર ક્રુઝની ભેટ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અક્ષર નદી ક્રૂઝ વર્ચ્યુઅલ રીતે લોન્ચ કર્યું. શાહે જણાવ્યું હતું કે ‘રિવર ફ્રન્ટ’માં ‘અક્ષર રિવર ક્રૂઝ’ શહેર માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે.
રિવર ક્રૂઝની અંદર બર્થડે પાર્ટી અને કોર્પોરેટ મીટિંગની સુવિધા રાખવામાં આવી છે. ગુજરાતની સાથે સાથે અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પણ તેની અંદર જોવા મળશે.રિવર ક્રુઝ પર જવા માટે વ્યક્તિનું ભાડું બે હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે. તેમાં રિવરફ્રન્ટ ટૂરનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે સંયુક્ત રીતે 15 કરોડમાં પીપીપી મોડ પર આ ક્રૂઝ સેવા શરૂ કરી છે.રિવરફ્રન્ટ પ્રવાસની સાથે સાથે ક્રૂઝની અંદર રેસ્ટોરન્ટની સુવિધા પણ છે. જ્યાં લંચ અને ડિનર પણ મળશે. અક્ષર રિવર ક્રૂઝ સાબરમતીના પ્રવાસની સાથે નદી પરથી અટલ બ્રિજ જોવાનો રોમાંચ આપશે.