ભારતીય હસ્તકળામાં એક એવો જાદુ છે જેને જોઈને તમે તેની તરફ આકર્ષિત થતા જાવ છો. તેની પાછળ તેની અદ્વિતીય કળા છે. એવું બની જ નથી શકતું કે તમે હસ્તશિલ્પના કોઈ બજારમાં જાવ અને ત્યાંથી કોઈ હાથની બનેલી વસ્તુઓ ન લાવો. આજે અમે તમને દેશના પાંચ એવા બજારો વિશે જણાવીશું જે હસ્તશિલ્પની વસ્તુઓ માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે.
દિલ્હી હાટ, દિલ્હી
તમે હસ્તશિલ્પ વસ્તુઓના શોખીન છો અને તેની ખરીદી કરવા ઈચ્છો છો તો તમે દિલ્હી હાટમાં જઈ શકો છો. આ દિલ્હીના શ્રેષ્ઠતમ બજારોમાંથી એક છે, જેને દિલ્હી નગર નિગમ, દિલ્હી પર્યટણ અને પરિવહન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર કર્યો છે. અહીંના બજારને એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે જ્યાં જઈને તમે એક પારંપરિક વિલેજ માર્કેટને મહેસુસ કરી શકો છો. અહીં તમે માત્ર અલગ-અલગ રાજ્યોના હસ્તશિલ્પની મજા જ નથી માણી શકતા પરંતુ વ્યંજન અને સંગીત કાર્યક્રમોનો પણ આનંદ લઈ શકો છો.
સમ્ભલી બુટીક, જોધપુર
ઉચ્ચ ગુણવત્તાવાળા જોધપુર હસ્તશિલ્પ કપડાં (ભારતીય અને વિદેશી) માટે સમ્ભલી બુટીક એક ઉત્તમ જગ્યા છે. આ કપડાં સમ્ભલી ન્યાસની તરફથી કામ કરનાર ગરીબ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં અદભુત કારીગરી જોવા મળે છે. આ જગ્યા બ્લૉક પ્રિન્ટેડ સ્કાર્વ, પડદાં અને આકર્ષક શોલ્ડર બેગ માટે પ્રસિદ્ધ છે. અહીં તમને સિલ્ક અને કોટનની સજાવટની વસ્તુઓ મળી શકે છે.
મેશ, દિલ્હી અને હૈદરાબાદ
એમઇએસએચ એક એવી જગ્યા છે જ્યાં ઘણા બધા વિકલાંગ કારીગરો કામ કરે છે. અહીં વિકલાંગો દ્વારા સુંદર અને આકર્ષક હસ્તશિલ્પ તૈયાર કરવામાં આવે છે. આકર્ષક વસ્તુઓમાં બેગ, બેડ કવર, કુશન કવર, રમકડાં, કાર્ડ અને ઘરની સજાવટનો સામાન શામેલ છે.
કૃપાલ કુંભ, જોધપુર
તમે જ્યારે પણ જયપુર જવા માટે વિચારો તો દિમાગમાં પહેલી વખત ત્યાંના સ્મારકોના સિવાય બ્લૂ પોટરી (વાદળી રંગના વાસણ) ધ્યાનમાં આવે છે જે જોવામાં ખૂબ વધારે મનમોહક હોય છે. ત્યાંના પ્રસિદ્ધ કારીગર કૃપાલ સિંહ શેખાવતનું બ્લૂ પોટરીને આગળ લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના માટે તૈયાર કરવામાં આવતા કારીગરોના કામને દેશની વિવિધ જગ્યાઓમાં જોઈ શકાય છે.
કળા માધ્યમ, બેંગ્લુરૂ
ભારતીય પારંપરિક કળા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે કળા માધ્યમનો ખૂબ જ વધુ યોગદાન છે. જો તમને દેશની વિવિધ હસ્તશિલ્પ કળાઓથી રૂબરૂ થવું હોય તો કળા માધ્યમ એક ઉત્તમ જગ્યા છે. અહીં તમને મણિપુરના કાળા વાસણ, મેટલ કળા, સિરેમિક અને આસરપહાણની મૂર્તિઓ, પેઇન્ટિંગ, આભૂષણ, કપડાંથી સંબંધિત હસ્તશિલ્પ મળી જશે. જો તમે ખરેખર હસ્તશિલ્પ કળાના પ્રેમી હોવ તો અહીં વર્ષના અંતમાં મેળો લાગે છે ત્યાં જવાનું ન ભૂલતા.