ગરમી આવતા જ લોકો એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે. જ્યાં ગરમીથી તો રાહત મળે સાથે સાથે કુદરતી સૌંદર્યને પણ માણવા મળે. આ માટે જ આપણી પહેલી પસંદ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન હોય છે. પરંતુ હવે આ તમામ હિલ સ્ટેશન પર એઠલી ભીડ હોય છે કે તમે પૂરતું એન્જોય પણ નથી કરી શકતા. ત્યારે આજે અમે તમને એક એવા હિલ સ્ટેશન વિશે કઈ રહ્યા છે જે ઓફબિટ ડેસ્ટિનેશન છે.
અમે વાત કરી રહ્યા છીએ છત્તિસગઢના શહેર મૈનપાટની જેને . ‘મિની શિમલા’ કહેવામાં આવે છે કારણકે અહીં તમને શિમલા જેવું જ આલ્હાદક વાતાવરણ મળશે. આ શહેર એક ઊંચુ હિલ સ્ટેશન છે. જે વાદળોથી ઘરાયેલ રહે છે. અહીંના જંગલો અને તેમાંથી પસાર થતા ઘાટના રસ્તા તમને અદભૂત રોમાંચથી ભરી દેશે. આ સાથે એક મોસ્ટ એક્સાઇટમેન્ટ આપતી અહીની ખાસ વાત એ છેકે અહીં તમને ‘ઝૂલતી ધરતી’ જોવા મળશે.
એટ્રેક્શન પોઇન્ટ
તમે ઝુલતો પૂલ અને ઝુલતો મિનારો જોયો હશે પરંતુ અહીંતો આખી જમીન જ ઝૂલતી જમીન છે. આ ઉપરાંત બીજી પણ કેટલાક પોઇન્ટ છે જે આકર્ષણું કેન્દ્ર રહ્યા છે. જેમ કે ટાઇગર પોઇન્ટ, મેહતા પોઇન્ટ, ફિશ પોઇન્ટ.
‘ઝુલતી જમીન’ જલજલી
મેનપાટ પાસે આવેલ આ પોઇન્ટનું નામ જલજલી છે. અહીં 2-3 એકર જેટલી જમીન ખૂબ જ નરમ છે જાણે કે કોઈ ઋનું ગાડલું હોય. અહીં રહેતા લોકોના કહેવા મુજબ હજારો વર્ષો પહેલા અહીં જલસ્ત્રોત હશે જે કાળક્રમે સુકાઈ ગયો અને અંદરની જમીન દલદલ જેવી રહી ગઈ. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ એક લિક્વિફિક્શનનો સિદ્ધાંત છે. એઠલે કે પૃથ્વીના અંદર તરફના દબાણ અને પોસ સ્પેસ વચ્ચે સોલિડની જગ્યાએ પાણી ભરેલું હોય છે. જેના કારણે આ જગ્યા દલદલ જેવી સ્પંજી બની જાય છે.
વાઘનો અવાજ કરતું ઝરણું
ટાઇગર પોઇન્ટ એક ઝરણું છે જે એટલા વેગથી નીચે આવે છે કે તેનો અવાજ વાઘના અવાજ જેવો મોટો હોય છે. જેથી આ જગ્યાને ટાઇગર પોઇન્ટ કહેવાય છે. તો અહીં એક જગ્યા એવી પણ છે જ્યાં જમીન પર જોર જોરથી કુદવાથી આખી જમીન હલવા લાગે છે.
તિબેટીયન સંસ્કૃતિની ઝલક
આ જગ્યાને મિની શિમલાની જેમ મિની તિબેટ પણ કહે છે. 1959માં ચીન દ્વારા તિબેટ પર કબ્જો જમાવવામાં આવ્યા બાદ ભારતમાં જે પાંચ જગ્યાએ તિબેટી શરણાર્થીઓને પોતાના ઘર-પરિવાર સાથે શરણ આપવામાં આવી હતી તે પૈકી મૈનપાટ એક જગ્યા છે. અહીં આવેલ અલગ અલગ શરણાર્થી કેમ્પમાં રહેતા તિબેટીયન લોકો અહીં ટાઉ, મકાઈ અને બટેટાની ખેતી કરે છે. ત્યાં સુધી કે અહીં મઠ-મંદીર, લોકો, ખાન-પાન બધું જ તિબેટ જેવું જ છે.
ફરવા માટે શ્રેષ્ઠ સમય
જૂનથી સપ્ટેમ્બર ચોમાસાના સમયને છોડીને સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે અહીં ફરવા જઈ શકો છો.