ભારતીય રેલવે પાસે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. તેમાં દાર્જિલિંગ હિમાલયન રેલ્વે (1999), નીલગીરી માઉન્ટેન રેલ્વે (2005), કાલકા શિમલા રેલ્વે (2008) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (2004) નો સમાવેશ થાય છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા એટલે કે યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે.
કાલકા શિમલા રેલ્વે
કાલકા-શિમલા ટ્રેનમાં મુસાફરી કરવા હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા આવતા પ્રવાસીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. કાલકા-શિમલા રેલ્વે માર્ગ 118 વર્ષ જૂનો છે. આ માર્ગ 9 નવેમ્બર 1903ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. આ રેલ લાઇન ઉત્તર રેલવે ઝોનના અંબાલા ડિવિઝન હેઠળ આવે છે. આ માર્ગ પર 103 ટનલ છે. યુનેસ્કોએ 2008માં આ લાઇનને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે સીએસએમટી સ્ટેશન, મુંબઈના મોટા અને પ્રખ્યાત સ્ટેશનોમાંથી એક, અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે વિક્ટોરિયન ગોથિક આર્કિટેક્ચરની ઝલક દર્શાવે છે. આ સ્ટેશનને 2004માં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યું હતું.
દાર્જિલિંગ હિમાલયન રેલ્વે
દાર્જિલિંગ હિમાલયન રેલ્વે એ ભારતમાં હિલ પેસેન્જર રેલ સેવાનું પ્રથમ ઉત્તમ ઉદાહરણ છે. દાર્જિલિંગ સ્ટીમ ટ્રામવે કંપની દ્વારા 1881માં આ રેલ લાઇન શરૂ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના સિલિગુડીથી દાર્જિલિંગ વચ્ચે આવેલો આ રેલવે ટ્રેક 88 કિલોમીટર લાંબો છે. યુનેસ્કોએ 1999માં આ રેલવે ટ્રેકને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યો હતો.
નીલગીરી માઉન્ટેન રેલ્વે
નીલગીરી માઉન્ટેન રેલ્વે એ સિંગલ ટ્રેક અને મીટરગેજ લાઇન સાથેનો રેલ માર્ગ છે. આ રેલ લાઇનની લંબાઈ 46 કિમી છે. તમિલનાડુમાં ‘બ્લુ માઉન્ટેન્સ’ તરીકે પ્રસિદ્ધ નીલગિરી હિલ્સમાં સ્થિત આ રેલ્વે ટ્રેક ઉદગમમંડલમના પહાડી શહેરને મટ્ટુપલયમ શહેર સાથે જોડે છે. અહીં ટ્રેન 326 મીટરથી 2203 મીટરની ઊંચાઈને આવરી લે છે. યુનેસ્કોએ 2005માં આ રેલવે ટ્રેકને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યો હતો.
Observing #WorldHeritageDay, Indian Railways vows to celebrate and maintain the grandeur of four UNESCO World Heritage Sites of Indian Railways, which uphold the glorious past and rich cultural heritage of our nation.#VirasatBhiVikasBhi pic.twitter.com/64tWCreWqP
— Ministry of Railways (@RailMinIndia) April 18, 2023