Home > Travel News > આ છે દુનિયાના 5 સૌથી લાંબા રેલવે રૂટ, સ્પીડ જોઇ વંદે ભારતનો પણ છૂટી જશે પરસેવો…યાદ રાખી લો નામ

આ છે દુનિયાના 5 સૌથી લાંબા રેલવે રૂટ, સ્પીડ જોઇ વંદે ભારતનો પણ છૂટી જશે પરસેવો…યાદ રાખી લો નામ

World Longest Railway Route: રેલવે હંમેશા પ્રવાસી જનતા માટે મનોરંજનનું કેન્દ્ર રહ્યું છે. ટ્રેનની મુસાફરી સાથે લોકોની ઘણી યાદો જોડાયેલી હોય છે, જે જીવનભર યાદ રહે છે. હવે મુસાફરી લાંબી હોય કે ટૂંકી, ટ્રેનની મુસાફરી હંમેશા મજાની હોય છે. આજે અમે એવી જ કેટલીક ટ્રેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દુનિયાના સૌથી લાંબા રૂટ માટે જાણીતી છે.

ક્ષેત્રફળની દૃષ્ટિએ આ યાદીમાં ભારત સાતમા નંબરે આવે છે જ્યારે રશિયા નંબર વન પર આવે છે.એટલું જ નહીં રેલ્વે રૂટના ક્ષેત્રફળના હિસાબે કેનેડા બીજા સૌથી મોટા દેશમાં આવે છે. તો ચાલો તમને આ દેશોના રેલ્વે રૂટ વિશે વિગતવાર જણાવીએ.

ટોરોન્ટો ટૂ વૈંકુવર
વિશ્વનો બીજો સૌથી લાંબો માર્ગ કેનેડામાં આવે છે. તે ટોરોન્ટોના વૈંકુવર સાથે જોડાયેલ છે. આ માર્ગની લંબાઈ લગભગ 4,466 કિમી છે. તમને જણાવી દઈએ કે, આ રૂટ પર મુસાફરી કરવામાં ચાર દિવસનો સમય લાગે છે. આ ટ્રેનમાંથી તમને પ્રકૃતિનો અદભૂત નજારો જોવા મળશે. આ રૂટ પર ચાલતી ટ્રેનનું લઘુત્તમ ભાડું $529 છે. રશિયા પછી કેનેડા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે.

સિડની ટૂ પર્થ
ઓસ્ટ્રેલિયાનો રૂટ આ યાદીમાં ચોથા નંબરે આવે છે, સિડનીથી પર્થને જોડતો આ રૂટ 4,352 કિમી લાંબો છે. ઈન્ડિયન પેસિફિક ટ્રેન આ રૂટ પર દોડે છે, જે ચાર દિવસમાં પોતાની યાત્રા પૂરી કરે છે. તમને જણાવી દઈએ કે, તે હિંદ મહાસાગરના કિનારેથી નીકળીને પેસિફિક મહાસાગરના કિનારે પહોંચે છે. આ પ્રવાસ દરમિયાન, તમને ઘણા સ્વર્ગીય દૃશ્યો જોવા મળશે. આ રૂટ પરથી ટ્રેન વિશ્વના સૌથી લાંબા પટમાંથી નીકળે છે. આ 478 કિલોમીટર લાંબો પટ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં છે, જે નુલરબોર તરીકે ઓળખાય છે.

શાંઘાઈ ટૂ લ્હાસા
વિશ્વનો ત્રીજો સૌથી લાંબો માર્ગ ચીનમાં છે. તે શાંઘાઈને તિબેટના લ્હાસાથી જોડે છે. તેની લંબાઈ લગભગ 4,373 કિમી છે. આ રૂટ પર ચાલતી ટ્રેન નંબર Z164ને મુસાફરી પૂરી કરવામાં 46 કલાક 44 મિનિટ એટલે કે લગભગ બે દિવસ લાગે છે. તે શાંઘાઈ રેલ્વેથી દરરોજ રાત્રે 8.02 કલાકે ઉપડે છે અને બે દિવસ પછી સાંજે 6.46 કલાકે લ્હાસા પહોંચે છે.

ટ્રાન્સ-સાઇબેરીયન રેલ્વે
વિશ્વનો સૌથી મોટો રેલ માર્ગ રશિયામાં આવેલો છે. આ માર્ગ રાજધાની મોસ્કોને પૂર્વીય શહેર વ્લાદિવોસ્તોક સાથે જોડે છે. આ 9,259 કિમી લાંબા રૂટ પર સફર પૂર્ણ કરવામાં સાત દિવસનો સમય લાગે છે. જો તમે ભારતના વંદે ભારતને 160 કિમીની ઝડપે ચલાવો તો પણ આ રૂટની સફર પૂર્ણ કરવામાં લગભગ 58 કલાકનો સમય લાગશે. એટલું જ નહીં, 400 કિમીની ઝડપે દોડતી બુલેટ ટ્રેનને પણ આ રૂટ પૂરો કરવામાં એક દિવસનો સમય લાગશે.

ડિબ્રુગઢ ટૂ કન્યાકુમારી
ભારતની સૌથી લાંબી રેલ લાઇન પણ આ યાદીમાં આવે છે, જે આસામના ડિબ્રુગઢને તમિલનાડુમાં કન્યાકુમારીથી જોડે છે. તે વિશ્વનો પાંચમો સૌથી લાંબો માર્ગ પણ છે. તેની લંબાઈ લગભગ 4,237 કિમી છે. આ રૂટ પર વિવેક એક્સપ્રેસ દોડે છે, જે 72 કલાકમાં પોતાની મુસાફરી પૂરી કરે છે. જો આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવે તો તેને અંતર કાપવામાં લગભગ 26 થી 30 કલાકનો સમય લાગશે.

You may also like
LAKSHWADEEP STREET FOOD
લક્ષદ્વીપમાં આ 5 સ્ટ્રીટ ફૂડ્સનું અન્વેષણ કરવાનું ભૂલશો નહીં
હિલ સ્ટેશનમાં સફર કરતા તમને પણ આવે છે ઉલ્ટી ? તો આ વસ્તુઓને ન લગાવો હાથ
બનાવી રહ્યા છો વડોદરાની સૈરનો પ્લાન, આ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર જરૂર જાઓ
ખૂબ જ સુંદર છે ભારતના આ 5 ટી-ગાર્ડન, ચાના શોખીનો એકવાર જરૂર ફરો

Leave a Reply