Home > Goats on Road > દુનિયાના 5 એવા દેશો જેની આર્થિક હાલત છે ખરાબ, જાણો ભાર અને પાકિસ્તાન કયા સ્થાન પર…

દુનિયાના 5 એવા દેશો જેની આર્થિક હાલત છે ખરાબ, જાણો ભાર અને પાકિસ્તાન કયા સ્થાન પર…

દુનિયાના સૌથી કંગાળ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 154 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ યાદીમાં ભારત પણ સામેલ છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી સ્ટીવ હેન્કે આ વાર્ષિક દુખ સૂચકાંકની યાદી બહાર પાડી છે. આ વર્ષ લાંબી યાદી મોંઘવારી, બેરોજગારી, બેંક ધિરાણ દર જેવા આર્થિક પરિબળોના આધારે તૈયાર કરવામાં આવી છે. આવો જાણીએ આ 6 દેશો વિશે.

ઝિમ્બાબ્વે : હેન્કેની વાર્ષિક આર્થિક સ્થિતિની દેશોની યાદી 2022 અનુસાર, ઝિમ્બાબ્વે વિશ્વનો સૌથી કંગાળ દેશ છે. દેશમાં બેરોજગારી, મોંઘવારી અને બેંક-ધિરાણ દરનો અભ્યાસ કર્યા બાદ આ યાદી બનાવવામાં આવી છે. ઝિમ્બાબ્વે 414.7ના સ્કોર સાથે ટોચ પર છે

સીરિયા : આ યાદીમાં સીરિયા પણ સામેલ છે, એક દાયકાથી વધુ સમયથી આ દેશ ISISની હાજરીને કારણે યુદ્ધની સ્થિતિમાં છે. અહીં બેરોજગારીનો દર 57% છે.

આર્જેન્ટિના : આર્જેન્ટિના જેવું મોટું શહેર પણ મોંઘવારી, બેરોજગારી અને ઉચ્ચ ક્રાઈમ રેટ જેવી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. આ જગ્યા પણ મિઝરેબલ કન્ટ્રીમાં આવે છે.

ભારત : હેન્કે એન્યુઅલ મિસરી ઈન્ડેક્સ દ્વારા ભારતને 103મું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના લોકો બેરોજગારીના કારણે ઘણી મુશ્કેલીમાં છે. જેના કારણે દયનીય દેશોની યાદીમાં આ દેશનો નંબર 100માથી વધુ છે.

પાકિસ્તાન : ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન 35માં સ્થાને છે. પાકિસ્તાનમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે. અને તેમના પદને કારણે આ પરિબળ મહત્ત્વનું હોવાનું કહેવાય છે.

ફિનલેન્ડ સૌથી ખુશ દેશ છે
ફિનલેન્ડ સતત 6 વર્ષથી સૌથી ખુશ દેશોની યાદીમાં રહ્યું છે, સ્ટીવ હેન્કેના વાર્ષિક દુખ સૂચકાંકમાં તેને 109મું સ્થાન આપ્યું છે.

Leave a Reply