Home > Mission Heritage > દુનિયાની સૌથી જૂની હોટલ ક્યાં છે ? જેને 1400 વર્ષથી સંભાળી રહ્યો છે એક જ પરિવાર- કેટલું છે ભાડુ

દુનિયાની સૌથી જૂની હોટલ ક્યાં છે ? જેને 1400 વર્ષથી સંભાળી રહ્યો છે એક જ પરિવાર- કેટલું છે ભાડુ

World Oldest Hotel: વિશ્વની સૌથી જૂની હોટેલ જાપાનમાં છે. જાપાનના ફુજીવારા મોઇતો નામના વ્યક્તિએ વર્ષ 705માં વિશ્વની સૌથી જૂની હોટેલ ‘નિશિયાના ઓનસેન કિયૂનકન’ બનાવી હતી. હોટેલનું સંચાલન હાલમાં મોઇતો પરિવારની 52મી પેઢી દ્વારા કરવામાં આવી રહ્યું છે. શું તમે જાણો છો આ હોટેલની વિશેષતાઓ શું છે? આ હોટેલમાં એક રાત રોકાવા માટે કેટલો ખર્ચ થશે ? આ હોટલને જોવા માટે માત્ર જાપાન જ નહીં દુનિયાભરમાંથી લોકો પહોંચે છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેને સત્તાવાર રીતે વિશ્વની સૌથી જૂની સતત કાર્યરત હોટેલ તરીકે માન્યતા આપી છે. આ રિસોર્ટની સ્થાપના વર્ષ 705માં ફુજીવારા મોઈટોએ કરી હતી. ત્યારથી તેમનો પરિવાર હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નિષ્ણાત છે. લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રિસોર્ટમાં વર્ષોથી ઘણું આધુનિકીકરણ અને જાળવણી કરવામાં આવી છે. આ પછી પણ રિસોર્ટમાં પરંપરાગત વસ્તુઓ જોવા મળે છે.

હોટલનું મુખ્ય આકર્ષણ ગરમ પાણીનું ઝરણું અને કુદરતી નજારો છે જે આંખોને આનંદ આપે છે. ઐતિહાસિક સમુરાઈથી લઈને સેલિબ્રિટી અને રાજકારણીઓ સુધી, ઘણા લોકો તેના ઈતિહાસ અને હીલિંગ વોટર માટે રિસોર્ટમાં આવ્યા છે. કેયુનકનના પ્રખ્યાત સ્નાન ‘મોચિતાની નો યુ’માં ગરમ ​​​​ઝરણામાંથી સીધું પાણી આવે છે.

અહીં આવતા લોકો પણ સીધા ઝરણામાંથી આવતું પાણી પીવે છે. રિસોર્ટની સાચી ગુણવત્તા તેને બાકીની હોટેલોથી અલગ પાડે છે.’નિશિયામા ઓન્સેન કિયૂનકન’માં 37 રૂમ છે. બધા પરંપરાગત જાપાનીઝ શૈલીમાં શણગારવામાં આવે છે. અહીં એક રાત રોકાવા માટે 408 ડોલર એટલે કે લગભગ 38 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.

રૂમ બુકિંગ માટે, નિશિયામા ઓન્સેન કિયૂનકન વેબસાઇટની મુલાકાત લો. આ રિસોર્ટ અકાશી પહાડીઓની તળેટીમાં બનેલ છે. વિશ્વની સૌથી જૂની હોટેલમાં ઓપન એર બાથ લેવાની પણ જોગવાઈ છે. આ દરમિયાન, તમે આગળની પહાડી અને જંગલનો નજારો પણ લઈ શકો છો.આ 14 સદી જૂના રિસોર્ટની એક તરફ એક સુંદર નદી વહે છે. બીજી તરફ રિસોર્ટની બીજી તરફ ગાઢ જંગલ ફેલાયેલું છે.

હોટેલના દરેક રૂમની બારીમાંથી જંગલનો ભવ્ય નજારો દેખાય છે. આ હોટેલનું રિનોવેશન સમયાંતરે થતું રહે છે. તેનું છેલ્લે વર્ષ 1997માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ફુજીવારા મોઈટોની 52મી પેઢી હાલમાં આ સુંદર રિસોર્ટ ચલાવી રહી છે. તેમની ઉત્કૃષ્ટ આતિથ્ય સત્કાર અને ઉત્કૃષ્ટ સ્થાનને કારણે વિશ્વભરના લોકો અહીં ખેંચાય છે. ઘણા ફેરફારો પછી પણ આ રિસોર્ટે તેનો ઈતિહાસ જાળવી રાખ્યો છે.

Leave a Reply