Home > Eat It > સાવધાન ! ફાયદો જ નહિ નુકશાનકારક પણ છે જરૂરતથી વધારે દૂધીના જ્યુસનું સેવન, જાણો કોને ન પીવો જોઇએ

સાવધાન ! ફાયદો જ નહિ નુકશાનકારક પણ છે જરૂરતથી વધારે દૂધીના જ્યુસનું સેવન, જાણો કોને ન પીવો જોઇએ

સામાન્ય રીતે દૂધીના રસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દૂધીમાં ભરપૂર પાણી હોય છે. દૂધી વિશે સૌથી સારી બાબત એ છે કે તે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. તેમાં ઘણા ગુણો હોય છે જે શરીરમાંથી અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. દૂધીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. વાસ્તવમાં તેમાં વિટામિન બી, વિટામિન સી, આયર્ન અને સોડિયમ જેવા ગુણો ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધીના જ્યુસના કેટલાક ગેરફાયદા પણ છે. જો તમે દૂધીના જ્યુસનું વધુ પડતું સેવન કરો છો, તો તેનાથી તમને ઘણા નુકસાન થઈ શકે છે.

1. ડાયાબિટીસમાં- જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભૂલથી પણ દૂધીના જ્યુસનું સેવન ન કરો. તેનાથી અચાનક તમારું શુગર લેવલ ઓછું થઇ શકે છે, જેના કારણે તમે બેહોશ પણ થઈ શકો છો.

2. ઉલટીમાં- દૂધીના જ્યુસમાં વિટામીન સી, વિટામીન E અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન ઉલ્ટીની સમસ્યાને જન્મ આપી શકે છે.

3. બ્લડ પ્રેશરમાં- દૂધોન જ્યુસ હાઈ બ્લડ પ્રેશર માટે સારો માનવામાં આવે છે. તેના સેવનથી બ્લડપ્રેશર ઘટાડી શકાય છે. પરંતુ આ હાઈપોટેન્શન નામની બીમારીનું જોખમ પણ વધારી શકે છે.

4. એલર્જીમાં- ઘણા લોકોને કેટલીક વસ્તુઓથી એલર્જી હોય છે. દૂધી પણ તેમાંથી એક છે. દૂધીનો જ્યુસ પીવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે.

Leave a Reply