દુબઈ જનારા ભારતીયો માટે સારા સમાચાર છે. દુબઈએ ભારતીય પ્રવાસીઓને 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ઓફર કરવા માટે તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે.
નવા નિયમો હેઠળ હવે ભારતીયોને સાઉદી અરેબિયા જવા માટે 96 કલાકના ફ્રી વિઝા મળશે. આ ઉપરાંત દુબઈ જવા માટે તમને 5 વર્ષ માટે ખાસ વિઝા પણ મળશે. ભારતે પણ નવા નિયમો માટે સહમતિ દર્શાવી છે. નવી શરતો અનુસાર, અરજી કર્યાના 2 થી 5 કામકાજના દિવસોમાં વિઝા ફાળવવામાં આવશે, જેની અવધિ 90 દિવસની રહેશે. મતલબ કે વિઝાનો સમયગાળો વધારી શકાય છે. આનો સૌથી વધુ ફાયદો ભારતીયોને થશે. સાથે જ દુબઈના પ્રવાસન વ્યવસાય પર પણ તેની અસર પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયા અને દુબઈ માટે વિઝા નિયમોમાં ફેરફાર એ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક પગલું છે. એક તરફ, આનાથી બંને દેશોના પ્રવાસન વ્યવસાયને વેગ મળશે. આ સાથે જ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત થશે. દુબઈ ભારતીયોનો પ્રિય પ્રવાસી દેશ છે. દર વર્ષે લાખો લોકો પરિવાર અને મિત્રો સાથે રજાઓ ગાળવા દુબઈની મુલાકાત લે છે. બિઝનેસ કરવા માટે પણ દુબઈ એક સારો વિકલ્પ છે. ઘણા ભારતીયો ત્યાં કામ કરે છે. આવી સ્થિતિમાં નવા વિઝા નિયમોથી હિલચાલમાં વધુ સુગમતા આવશે. પ્રવાસન અને વેપારના વિકાસથી બંને દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થશે.
દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમ (ડીઈટી)ના રિપોર્ટ અનુસાર, 2023માં લગભગ 25 લાખ ભારતીયો દુબઈની મુલાકાત લીધી હતી, જે એક રેકોર્ડ છે. તેના કારણે દુબઈના પ્રવાસન ક્ષેત્રમાં 34 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં UAE આવનારા પ્રવાસીઓની સંખ્યા 18 લાખ હતી.