Home > Around the World > આ સમુદ્રમાં નથી કોઇ ડૂબતુ, નહાવાથી થાય છે અનેક બિમારીઓ દૂર..

આ સમુદ્રમાં નથી કોઇ ડૂબતુ, નહાવાથી થાય છે અનેક બિમારીઓ દૂર..

આપણામાંથી ઘણા બધાને સમુદ્રી વિસ્તારમાં ફરવું બહુ ગમતું હોય છે, અને તેમાં પણ જેમણે તરતા આવડતુ હોય તેઓ આવી જગ્યાનો ખૂબ ફાયદો ઉઠાવતા હોય છે અને જેને તરતા નથી આવડતું તેઓ સમુદ્રને જોઇ બીચ અને તેની આસપાસના સુ સુંદર નાજારાઓ જોઈ પરત ફરી જતાં હોય છે.

Goats on road deads sea of floating

પરંતુ આજે તમને એવા સમુદ્ર વિશે જણાવીશુ, જેમાં કોઇ ડુબતા જ નથી. તમને તરતા આવડતુ હોય કે ન આવડતું હોય, અહી તમે બિન્દાસ્ત થી તરી શકો છો ડૂબ્યા વગર. સાથે સાથે અહી ન્હાવાથી અનેક રોગો પણ દૂર થાય જાય છે એં લોકોનું માનવું છે.

આ સમુદ્રનુ નામ છે “ડેડ સી”. જે ઇઝરાયલ અને જૅાર્ડનની વચ્ચે આવેલો છે. આ સમુદ્રને “સૅાલ્ટ સી” પણ કહેવામાં આવે છે. આમાં ઝહેરીલા ખનીજ દ્રવ્યો જેવાકે મેગ્નીશિયમ ક્લોરાઇડ,કેલ્શિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરે ભરપુર માત્રામાં આવેલ છે.

આ સમુદ્રને ડેડસી કહેવાનુ મુખ્ય કારણ છે કે આમાં કોઇ પણ પ્રકારની વનસ્પતિ કે જીવ નથી. સૅાલ્ટ સી કહેવાનુ કારણ આમાં રહેલું વધારે પડતી માત્રામાં રહેલું મીઠું છે. આ સમુદ્રનુ પાણી ખારૂ હોવાના કારણે કોઇ જીવ જંતુઓ અને વનસ્પતિ હોતી નથી.

Israel-Dead-Sea

પાણી આટલું ખારું હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું તમા વિચારતા હશો, પણ તેવું કઇ નથી. આ પાણીમાં અનેક પ્રકારના મિનરલ્સ છે જે હ્યુમન બોડી માટે ફાયદાકારક છે.

અહી કોઈ ડૂબતું ના હોવાને કારણે આ જગ્યા આકર્ષણનું કેન્દ્ર અને એક પર્યટક સ્થળ બની ચુક્યું છે. આમાં લોકો ડૂબકી મારવાની મજા ખૂબ લે છે. અહી મીઠાના ઢગલાને સ્પષ્ટ જોઇ શકાય છે.

અહીંની ખાસ વાતએ છેકે તમે પાણીમાં બેસીને કોઇ પણ કામ કરી શકો છો અથવા ખાઇ પણ શકો છો. પાણીમાં તરતા તમે બુક,મેગેઝિન,પેપર વગેરે વાંચી શકો છો. અનેક લોકો અહી આવે છે અને આરામથી કોઈ પણ પ્રકારના ડર વિના મોજ મસ્તી કરે છે.

 

You may also like
સૂકુન અને પ્રાકૃતિક સુંદરતા માટે જરૂર જાવ 100 ટાપુઓ વાળા ભારતના આ શહેરમાં…
લખનઉના નજીક વસેલ છે આ હિલ સ્ટેશન્સ, જઇને લો 2-3 દિવસની રજાઓનો આનંદ
ભીડભાડથી દૂર સૂકુનથી વિતાવવા માગો છો વેકેશન, તો જાઓ હિમાચલના આ ઓફબીટ ડેસ્ટિનેશન
IRCTC આપી રહ્યુ છે ઓછા પૈસામાં ભારતના આ 6 મશહૂર શહેરની સૈરનો મોકો

Leave a Reply