IRCTC Bali Tour Package: IRCTC તમારા માટે એક આકર્ષક ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે લખનઉથી બાલી (ઇન્ડોનેશિયા) સુધી મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજ 30 જૂનથી શરૂ થઈ 5 જુલાઈએ સમાપ્ત થાય છે. તો અમે તમને જણાવી દઇએ આ પ્રવાસનો ખર્ચ કેટલો હશે, કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને તમે તેને કેવી રીતે બુક કરી શકો છો.
IRCTC બાલી ટૂર પેકેજની વિગતો઼
પેકેજનું નામ- Awesome Bali Ex Lucknow
પેકેજ અવધિ- 5 રાત અને 6 દિવસ
મુસાફરી મોડ – ફ્લાઇટ
આવરી લેવામાં આવેલ ડેસ્ટિનેશન- બાલી
તમે ક્યારે મુસાફરી કરી શકશો – 30 જૂન 2023
Step into the unexplored side of Bali on the Awesome Bali #tour.
Book now on https://t.co/nPvrjIeEHO#ExploreIndiawithIRCTC#azadikirail @incredibleindia @tourismgoi @AmritMahotsav
— IRCTC (@IRCTCofficial) June 9, 2023
મળશે આ સુવિધા :
1. રહેવા માટે 4 સ્ટાર હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.
2. આ પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ઉપલબ્ધ હશે.
3. રોમિંગ માટે એસી વાહનની સુવિધા હશે.
4. ટ્રીપમાં ટ્રાવેલ ગાઈડ પણ મળશે.
5. યાત્રા વીમાની સુવિધા પણ મળશે.
પેકેજની કિંમત કેટલી છે :
– જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 1,15,800 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બે વ્યક્તિએ 1,05,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
– ત્રણ લોકોએ પ્રતિ વ્યક્તિ 1,05,900 રૂપિયા ફી ચૂકવવી પડશે.
– બાળકો માટે તમારે અલગથી ફી ચૂકવવી પડશે. બેડ સાથે (5-11 વર્ષ) 100600 અને બેડ વગરના 94,400 રૂપિયા ચૂકવવા પડશે.
IRCTCએ ટ્વિટ કરીને માહિતી આપી-
IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે બાલીનો આકર્ષક નજારો જોવા માંગો છો, તો તમે IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.
આ રીતે કરો બુક :
તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસ અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.