IRCTC Recruitment 2023: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) માં અપ્રેંટિસશિપ માટે ભરતીની અરજી પ્રક્રિયા વેબસાઈટ પર જઈને પૂર્ણ કરી શકાય છે. ઉમેદવારો અપ્રેંટિસશિપ માટે 15 જુલાઈ, 2023 સુધી અરજી કરી શકે છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ભરતી અભિયાનનો હેતુ કુલ 16 એપ્રેન્ટિસશીપ જગ્યાઓ ભરવાનો છે. આ અંતર્ગત apprenticeshipindia.gov.in પર જઈને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
આ ભરતી માટે અરજી કરવાની વય મર્યાદા વિશે વાત કરીએ તો તેને 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જેમાં અનામત વર્ગોને સરકારી ધારાધોરણો મુજબ છૂટછાટ આપવામાં આવશે. તેના આધારે જ પસંદગી પ્રક્રિયા માન્ય રહેશે.અરજદાર 10મું પાસ હોવો જોઈએ. ઉમેદવારોની પસંદગી મેટ્રિકની પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારીના આધારે તૈયાર કરાયેલ મેરીટ યાદીના આધારે કરવામાં આવશે.
આ પસંદગી પ્રક્રિયામાં કોઈ લેખિત કસોટી અથવા વિવા હશે નહીં. દસ્તાવેજોની ચકાસણી અરજદારોની પસંદગીને અંતિમ સ્વરૂપ આપશે. પસંદગી પર, ઉમેદવારને રૂ. 5000 થી રૂ. 9000 સુધીનો માસિક પગાર મળશે. આ અરજી પ્રક્રિયા ઓનલાઇન આધારિત છે. આ માટે apprenticeshipindia.gov.in વેબસાઈટ પર જઈને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અરજી પ્રક્રિયા નીચે મુજબ પૂર્ણ કરી શકાય છે.