દુનિયામાં અનેક એવી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આ પ્રકારના સ્થળની સુંદરતા બેમિસાલ હોય છે અને સાથે જ તેમની બનાવટ પણ ખાસ છે. આપણામાંથી અનેક લોકો એવા છે જેમને આવી અલગ અને વિચલિત કરતી જગ્યાઓ પર જવું, ફરવું અને તેના મૂળને સમજવાની ચાહ હોય છે,
તો આજે અમે તમને વિશ્વના એવા જ અમુક ખાસ સ્થળો વિશે જણાવશું, જે સામાન્ય દુનિયામાં આવેલ પ્રદેશોથી સાવ અલગ છે, અને ઘણા લોકો અહી આવે છે અને કુદરની આ કરામતની અનોખી રચના અને અદ્ભુત સુંદરતામાં ખોવાય જાય છે.
જેલીફિશ લેક,પલાઉ, સાઉથ પેસિફિક
પલાઉના આ જેલિફિશનો અનુભવ અલગ છે. અહીં સ્કૂબા ડાઇવિંગની મજા માણી શકાય છે. અહીં તેની પરમિશન મળતી નથી કારણ કે તેનાથી વાતાવરણને ખતરો રહે છે સાથે 15-20 મીટરની નીચે હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ વધે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ગણી શકાય છે. અહીં લાખોની સંખ્યામાં જેલિફિશ જોવા મળી રહે છે. સાથે તેનો સ્પર્શ કરીને તેની મજા પણ માણી શકાય છે. દુનિયાભરના સ્વીમર્સ અને સ્કૂબા ડાઇવર્સ અહીં આવે છે.
ચોકલેટ હિલ્સ, બોહોલ, ફિલિપીન્સ
આ હિલ્સને સૌથી જાણીતી અને લોકપ્રિય જગ્યાઓમાંની એક ગણવામાં આવે છે. તેને જોવા માટે દૂર-દૂરથી અનેક લોકો આવે છે. અહીંના પહાડો ત્રિકોણાકારના છે. ચોકલેટ હિલ્સના પહાડો 1268 ફૂટ ઊંચા છે. અહીંના મેદાનો ચારે બાજુથી ઘાસથી છવાયેલા છે. તેનો રંગ થોડી થોડી વારે બદલાતો રહે છે. તેનો રંગ ચોકલેટ જેવો બ્રાઉન થઇ જતો હોવાથી તેનું નામ ચોકલેટ હિલ્સ રાખવામાં આવ્યું છે.
મેન્ડેનહોલ આઇસ કેવ્સ, અલાસ્કા, યુ.એસ
આ કેવ્સ 12 મીટર લાંબી અને 150 ફૂટ ઊંડી છે. અહીં ઘાટીમાં એક વિશાળ ગ્લેશિયર છે. આ એક પ્રાકૃતિક ગુફા છે જે સાઉથ ઇસ્ટ અલાસ્કામાં સ્થિત છે. આ વર્ષે 60-70 ફૂટ મૂવ થાય છે. બહાર સફેદ બરફથી ઢંકાયેલી આ ગુફા ગ્લેશિયર અંદરથી ભૂરા છે. અહીં આવનારા ટૂરિસ્ટને માટે તે એક આશ્ચર્ય બની રહે છે. અહીંના બે ઝરણાં તેની સુંદરતાને વધારે છે. અને સાથે એ એટલું સરળ નથી. કેવ્સની અંદર લોહી થીજવી દેતી ઠંડી હોય છે. કેવ્સ પીગળે અને ખસે તેને સરળતાથી જોઇ શકાય છે.
બેનાગિલ બીચ સી કેવ, પોર્ટુગલ
અનેક પહાડોની સાથે અલ્ગાર્વે બેનાગિલ બીચ દુનિયાભરના પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર છે. આ પોર્ટુગલનું મુખ્ય ટૂરિસ્ટ પ્લેસ છે. તેના પર બીચ આકારના વિશાળ પત્થરથી બનેલી ગુફાઓને જોઇ શકાય છે. અહીં આજુબાજુના દૃશ્યોને જોવા માટે બોટિંગની સુવિધા છે. બીચથી 150 મીટરની દૂરી પર ફક્ત બોટથી જઇ શકાય છે. બોટિંગની સિવાય સર્ફિંગને માટે અહીં અનેક સુવિધા છે. જો બીચની સાથે ડોલ્ફિનની મજા લેવી હોય અને ગુફાઓમાં ફરવા જવું હોય, લોકલ ફૂડની મજા લેવી હોય તો વોટરપ્રૂફ કેમેરા પણ અચૂક સાથે રાખજો.
હેલ્મકેન ફોલ્સ, બ્રિટિશ કોલંબિયા, કેનેડા
વેલ્સ ગ્રે પ્રોવિન્શિયલ પાર્કમાં પાઇનના જંગલોની વચ્ચેથી ઝરણાંની મજા માણી શકાય છે. આ પાર્કની ખાસિયત છે કે તેની સુંદરતાનો અહેસાસ પ્રાકૃતિક વસ્તુઓએ કરાવે છે. 141 મીટર ઊંચા ઝરણાંની સાથે તેના ફૂવારાની મજા અલગ જ જોવા મળે છે. અહીં ટૂરિસ્ટની લાઇન લાગે છે. આ ઝરણાંને કેનેડાનું ચોથું ઊંચું ઝરણું ગણવામાં આવે છે.
કૈનો ક્રિસ્ટેલ્સ, સેરાનિયા દે લા મૈકરેના, કોલંબિયા
આ ઝરણાંને જોઇને એમ લાગે છે કે જમીન પર ઇન્દ્રધનુષ બન્યું હોય. અહીં અનેક પ્રકારના રંગોનું પાણી જમીન પર વહેતું દેખાય છે. અહીં એક પ્રકારના છોડ મૈકરેનિયા ક્લૈવિગેરા જોવા મળે છે જે લાલરંગનો હોય છે. કહેવાય છે કે અહીંનું પાણી લાલ થઇ જાય છે અને સાથે પીળા અને લીલા રંગના બાલૂ ભૂરા પાણીને અનેક રંગોમાં બદલે છે. અહીં સૂરજના કિરણોની સાથે અનેક દૃશ્યો જોવા લાયક રહે છે.