લોકોને અલગ-અલગ જગ્યાઓ પર ફરવું અને અલગ-અલગ રેસ્ટોરાં તથા હોટલોમાં રોકવાનો શોખ હોય છે, અને આવા પ્રવાસીઓ કઈક યુનિક અને નવી વસ્તુની શોધમાં જ હોય છે, તો આવા ઉત્સરી અને કઈક નવું ટ્રાય કરવા અગ્રેસર લોકો માટે આ એક ખાસ તક છે.
કારણકે અમે આજે જે હોટલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એ સંપૂર્ણ બરફની બનેલ છે વિશ્વની સૌથી મોટી આઈસ હોટલ છે.
દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ
આ પ્રકારની હોટલ ઉત્તરી યૂરોપ અને કેનેડામાં પણ આવેલ છે, પરંતુ અહીં અમે જે હોટલની વાત કરી રહ્યા છીએ તે દુનિયાની સૌથી મોટી આઇસ હોટલ છે. આ હોટલ સ્વીડનના લેંપલેંડ વિસ્તારના જુકાસજાર્વી ગામમાં આવેલી છે. આ ગામની વસ્તી માત્ર એક હજાર છે.
5500 વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલ આ હોટલને બનાવ્યે ૨૦ વર્ષ થઇ ચુક્યા છે અને ધીરે ધીરે આ હોટલ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહી છે.
આ વિસ્તારમાં ઉનાળામાં 100 દિવસ સુધી સૂરજ નથી ડૂબતો અને શિયાળામાં 100 દિવસ સુધી સૂરજ નથી નીકળતો.
અદભુત છે હોટલની કારીગરી
આ હોટલનું નિર્માણ સૌથી અલગ છે કારણ કે આ કોઈ સ્થાયી બાંધકામ નથી. સંપૂર્ણ ઇમારત બરફથી બનેલ હોવાથી ઉનાળાના સમયમાં આ બરફ ઓગળી જાય છે અને હોટલ પાણી-પાણી થઈ જાય છે.
એટલે આ હોટલ માત્ર ડિસેમ્બરથી એપ્રિલ સુધી માત્ર પાંચ મહિના જ ઊભી હોય છે. ડિસેમ્બરમાં તો વાસ્તવમાં તેના બનવાની પ્રક્રિયા શરૂ થાય છે અને લોકો દુનિયાભરથી તેના નિર્માણની પ્રક્રિયા જોવા પણ પહોંચતા હોય છે.
ચારેય બાજુ દુનિયાભરથી આવેલા કળાકાર, આર્કિટેક્ટ, ડિઝાઇનર અને સ્નો બિલ્ડર બરફને અલગ-અલગ રૂપ આપવામાં લાગેલા હોય છે.
ટોર્ન નદીમાં જ આ હોટલ માટે ઉપયોગમાં આવતી બરફની ખેતી કરવામાં આવે છે. એપ્રિલ અંત થતા-થતા સૂરજની કિરણો હોટલની દીવાલોને સ્પર્શ કરવા લાગે છે અને ખબર પડી જાય છે કે આ હોટલને વિદાઈ આપવાનો સમય થઈ ગયો છે.
હોટલની ખાસિયતો
– બહારનો તાપમાન જે પણ હોય, આઇસ હોટલમાં તાપમાન કાયમ ઝીરો કરતા પાંચ ડિગ્રી નીચેથી લઈને આઠ ડિગ્રી નીચે સુધીનો બન્યો રહે છે.
– હોટલના રૂમ જુદી-જુદી પ્રકારના છે – આર્ટ સ્વીટ, આઇસ રૂમ અને સ્નો રૂમ. તમે ક્યાં રોકાવ છો તેના ઉપર નિર્ભર કરે છે કે તમે શું અનુભવ કરવા ઈચ્છો છો.
– બરફની સિલ્લીઓની પથારી પર તમને ગરમ રાખવા માટે રેનડીયરની ચામડી લગાવવામાં આવે છે અને સૂવા માટે થર્મલ સ્વીપિંગ બેગ આપવામાં આવે છે.
રેસ્ટોરાં બરફની દીવાલોના નથી, પરંતુ ખાવાની પ્લેટ અને વાટકીઓ ચોક્સ બરફની છે.