Home > Eat It > તમારું દિલ જીતી લેશે ભારતના આ ભવ્ય બુક કેફે, ફૂડની સાથે માંડો વાંચનની મજા..

તમારું દિલ જીતી લેશે ભારતના આ ભવ્ય બુક કેફે, ફૂડની સાથે માંડો વાંચનની મજા..

કલ્પના કરો, તમે કાફેમાં જાઓ છો. જ્યાં તમે ખાવાનું નહિ પરંતુ પુસ્તક ઓર્ડર કરો છો. તમે એક પુસ્તક મેનૂ પસંદ કરો અને તમારી પસંદગીની એક પુસ્તક ઓર્ડર કરો. વાંચન અને લેખન સાથે ખાવા-પીવા માટે પણ પુષ્કળ વ્યવસ્થા છે. અમે કોઈ વિદેશી કૅફે વિશે વાત નથી કરતા, પરંતુ ભારતમાં ઘણા કાફે છે જેમને બુક કાફે કહેવામાં આવે છે. ચાલો અદભુત બુક કાફે વિશે જાણીએ.

GOA

 લિટરાટી, ગોવા

જો તમે ગોવામાં બીચ અને ચર્ચ જોઈ થાકી ગયા હોવ અને કંઇક અલગ જોવા માંગતા હો તો તમે આ કેફેમાં તમારો સમય પસાર કરી શકો છો. આ પુસ્તક કાફેમાં દરેક પ્રકારનાં નવા અને જૂના પુસ્તકોની સાથે સ્વાદિષ્ટ ફૂડ પણ મળે છે.

PUNE

પગદંડી, પુણે

નામ સૂચવે છે તેમ, આ કેફેમાં બહુ ઓછા જાણીતા લોકોને પ્રમોટ (પ્રોત્સાહિત) કરે છે. આ કાફેમાં, નવા અને ઓછા જાણીતા લેખકો અને પ્રકાશકોના પુસ્તકોને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે ચા અને નાસ્તો તો છે જે.

KOLKATA

કાફે સ્ટોરી, કલકત્તા

આ કૅફેનું બીજો માળ સંપૂર્ણપણે પુસ્તકોથી ભરેલો છે, જેથી જો તમે “પુસ્તકી કીડા” છો,તો આ સ્થાન તમારા માટે છે. આ ઉપરાંત, આ કેફેમાં ઇટાલિયન અને કોન્ટિનેન્ટલ ફૂડ સાથે મફત વાઇ-ફાઇ ઉપલબ્ધ છે.

GURUGRAM

કાફે વાન્ડેલિસ્ટ, ગુરુગ્રામ

કાફે વાન્ડાલિસ્ટ એક પ્રવાસ કાફે છે જ્યાં ઘણા પ્રવાસ પુસ્તકો અને સામયિકો ઉપલબ્ધ છે. તમે અહીં તમારા આગામી સફરની યોજના કરી શકો છો. અહીં સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણતી વખતે તમે મુસાફરી સલાહકાર સાથે પણ વાત કરી શકો છો.

કેવ બુકવર્મ, લખનૌ

લખનૌમાં આ કેફે માત્ર 4 વર્ષ પહેલાં 2013 માં શરૂ થયો હતો. આ કાફેની વિશિષ્ટતા એ છે કે તમે અહીં એક સારા વાતાવરણમાં બેસી પુસ્તકો વાંચી શકો છો અને ચા-નાસ્તાનો આંનદ લઇ શકો છો.

 કોફી કપ, સિકંદરાબાદ

આ બુક કાફેમાં કોફી બુક્સની લાઇબ્રેરી સાથે, તમે અહીંથી પુસ્તકો પણ ખરીદી શકો છો.

 

 

 

You may also like
LAKSHWADEEP STREET FOOD
લક્ષદ્વીપમાં આ 5 સ્ટ્રીટ ફૂડ્સનું અન્વેષણ કરવાનું ભૂલશો નહીં
હિલ સ્ટેશનમાં સફર કરતા તમને પણ આવે છે ઉલ્ટી ? તો આ વસ્તુઓને ન લગાવો હાથ
બનાવી રહ્યા છો વડોદરાની સૈરનો પ્લાન, આ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર જરૂર જાઓ
ખૂબ જ સુંદર છે ભારતના આ 5 ટી-ગાર્ડન, ચાના શોખીનો એકવાર જરૂર ફરો

Leave a Reply